વિધાનસભાની વાતઃ હાલોલ બેઠક પરથી જાણો રાજકીય પક્ષો અને બેઠકનું સમીકરણ
વિધાનસભાની વાતઃ હાલોલ બેઠક પરથી ભાજપે જયદ્રથસિંહ પરમારને ટિકિટ આપી છે તો આપમાં ભરત રાઠવાને ટિકિટ અપાઈ છે હજુ આ બેઠક પર આ વખતે ત્રી પાંખીયો જંગ થઈ શકે તેમ છે.
Trending Photos
વિધાનસભાની વાતઃ આ બેઠકમાં હાલોલ તાલુકો, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાઓના ગામ આવે છે. આ બેઠકના ત્રોણેય તાલુકામાં 120 જેટલા ગામો આવેલા છે. હાલોલ વિધાનસભા ગુજરાતની 182 વિધાનસભા પૈકી 128 નંબરની વિધાનસભા બેઠક છે. ભારતની 52 શક્તિપીઠો પૈકી પાવાગઠ શક્તિપીઠ હાલોલ તાલુકામાં આવેલ છે. અહીં જાંબુઘોડા વન્ય પ્રાણી અભ્યારણ આવેલું છે.
હાલોલ બેઠક પર મતદારોની સંખ્યા (Number of voters at Halol seat)
128 હાલોલ વિધાનસભા બેઠક પર આશરે કુલ 247089 મતદારો નોંધાયા છે. જેમાં 129428 પુરુષ મતદારો અને 117661 મહિલા મતદારોનો સમાવેશ કરવામાં આવે છે.
હાલોલ બેઠક પર હાર-જીતના સમીકરણ (win-lose equation on a Halol seat)
વર્ષ વિજેતા ઉમેદવારના નામ પક્ષ
2017 જયદ્રથસિંહ પરમાર બીજેપી
2012 જયદ્રથસિંહ પરમાર બીજેપી
2007 જયદ્રથસિંહ પરમાર બીજેપી
2002 જયદ્રથસિંહ પરમાર બીજેપી
1998 બારિયા ઉદેસિંહ આઈએનસી
1995 બારિયા ઉદેસિંહ આઈએનસી
1990 બારિયા ઉદેસિંહ આઈએનસી
1985 બારિયા ઉદેસિંહ આઈએનસી
1980 બારિયા ઉદેસિંહ આઈએનસી
1975 પરમાર ઉદયસિંહ બીએલડી
1972 પંડ્યા ભદ્રાબેન આઈએનસી
1967 એ ડી પરમાર આઈએનસી
1962 માનસિંહ નાયક એસડબલ્યુએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં હાલોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહ બારિયાને 57034 મતોથી હરાવ્યા હતા, આ રાજ્યની પ્રખ્યાત બેઠકોમાંની એક છે.
આગામી ચૂંટણીના મુદ્દાઓ અને સમસ્યાઓ
પાવાગઢના મંદિરનુ નવનિર્માણ કરવામાં આવ્યું, છતાં માંચી હજી પણ વિકાસ જંખી રહ્યું છે. વિકાસના કામો સમયસર પૂર્ણ નથી થયા. કેટલાક વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. અહીં મુખ્ય પ્રશ્ન સ્વચ્છતાનો અભાવ છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલ્કેશન પણ નિયમિત રીતે કરવામાં આવતું નથી. આ વિસ્તારમાં મોટી જીઆઈડીસી છે, પરંતુ રોજગારીનો પ્રશ્ન જેમનો તેમ.
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે