વિધાનસભાની વાતઃ કચ્છના માંડવીમાં શું છે સ્થિતિ? જાણો આ વખતે શું છે અહીંના રાજકીય સમીકરણો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ માંડવી વિધાનસભા બેઠક મોટાભાગે ગ્રામીણ મતદારો આવે છે. કચ્છમાં ફરવા આવનાર લોકો માંડવીની મુલાકાત તો લે જ છે. મનમોહક દરિયાકિનારો અને શ્યામજી કૃષ્ણ વર્માનું પ્રખ્યાત મેમોરિયલ ધરાવતી માંડવી વિધાનસભા બેઠકનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. જો કે, સમયાંતરે આ બેઠકનો મિજાજ બદલાય છે અને કોંગ્રેસને જીત મળે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કચ્છ જિલ્લાની મહત્વની વિધાનસભા બેઠક એટલે માંડવી વિધાનસભા બેઠક. માંડવી અને મુંદ્રા તાલુકાના વિસ્તારનો સમાવેશ માંડવી વિધાનસભા બેઠકમાં થાય છે. દરિયાકિનારો અને દાબેલી જ્યાંની પ્રખ્યાત છે તેવી માંડવી વિધાનસભા બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. અત્યાર સુધીમાં આ બેઠક પર 13 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી આઠ વાર ભાજપ જીત્યું છે, ચાર વાર કોંગ્રેસ જીત્યું છે. તો એકવાર સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા.
માંડવી વિધાનસભા બેઠક મોટાભાગે ગ્રામીણ મતદારો આવે છે. કચ્છમાં ફરવા આવનાર લોકો માંડવીની મુલાકાત તો લે જ છે. મનમોહક દરિયાકિનારો અને શ્યામજી કૃષ્ણ વર્માનું પ્રખ્યાત મેમોરિયલ ધરાવતી માંડવી વિધાનસભા બેઠકનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. જો કે, સમયાંતરે આ બેઠકનો મિજાજ બદલાય છે અને કોંગ્રેસને જીત મળે છે.
શું છે માંડવીના સમીકરણો?
માંડવીમાં સવર્ણોની વસતિ વધારે છે. 35 ટકા સવર્ણ લોકોની વસતિ છે. 21 ટકા મુસ્લિમ વસતિ છે. 13 ટકા દલિત વસતિ છે. 15 ટકા ઓબીસી, 7 ટકા એસટી અને 8 ટકા અન્ય જાતિઓનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 20 હજાર જેટલા પાટીદાર મતદારો પણ છે. મોરબીની માંડવી વિધાનસભા બેઠકને જીતવા માટે આ સમીકરણોને ધ્યાનમાં લેવા જરૂરી છે.
માંડવી વિધાનસભા બેઠકનો ઈતિહાસ:
વર્ષ ચૂંટાયેલા ધારાસભ્ય પક્ષ
2017 વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
2012 તારાચંદ છેડા ભાજપ
2007 ધનજીભાઈ સેંઘાણી ભાજપ
2002 છબીલભાઈ પટેલ કોંગ્રેસ
1998 સુરેશ મહેતા ભાજપ
1995 સુરેશ મહેતા ભાજપ
1990 સુરેશ મહેતા ભાજપ
1985 સુરેશ મહેતા ભાજપ
1980 જયકુમાર સંઘવી કોંગ્રેસ
1975 સુરેશ મહેતા ભાજપ
1972 નોશિર દસ્તુર કોંગ્રેસ
1967 જે.એલ. મહેતા કોંગ્રેસ
1962 હિંમતસિંહજી એમ. કે. સ્વતંત્ર પાર્ટી
ક્યા મુદ્દાઓ પર મતદારો આપશે મત?
માંડવી વિધાનસભા બેઠક પર અત્યાર સુધી મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેતો હતો. આ વખતે આમ આદમી પાર્ટી પણ જંગમાં ઝંપલાવવાની છે. જેથી જંગ રસપ્રદ બની શકે છે. પ્રવાસન સ્થળોનો વિકાસની સાથે પ્રાથમિક સુવિધાઓમાં વધારો પણ આ બેઠકનો લોકો ઝંખી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે