Team India: ખતમ થઇ રહી હતી આ ખેલાડીની કારર્કિદી, હવે ભારતની ટેસ્ટ-વનડે અને ટી20 માં મળ્યું સ્થાન

Indian Cricket Team: ટીમ ઇન્ડીયના એક ખેલાડીની કિસ્મત અચાનક ખુલી ગઇ છે અને તેનું ડુબતું ઇન્ટનેશનલ ક્રિકેટ કેરિયર હવે બચી ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર બેઠા-બેઠા આ ખેલાડીનું કેરિયર ખતમ થવાના અંત પર હતું, પરંતુ હવે આ ખેલાડીને સિલેક્ટર્સે ભારતની ટી20, વનડે અને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરી લીધો છે. 

Team India: ખતમ થઇ રહી હતી આ ખેલાડીની કારર્કિદી, હવે ભારતની ટેસ્ટ-વનડે અને ટી20 માં મળ્યું સ્થાન

Indian Team:  ટીમ ઇન્ડીયના એક ખેલાડીની કિસ્મત અચાનક ખુલી ગઇ છે અને તેનું ડુબતું ઇન્ટનેશનલ ક્રિકેટ કેરિયર હવે બચી ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર બેઠા-બેઠા આ ખેલાડીનું કેરિયર ખતમ થવાના અંત પર હતું, પરંતુ હવે આ ખેલાડીને સિલેક્ટર્સે ભારતની ટી20, વનડે અને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરી લીધો છે. સમયનું પાસું એવું પલટાયું કે હવે આ ખેલાડીની જીંદગીમાંથી ઉદાસીના વાદળ દૂર થઇ ગયા છે. 

બહાર બેઠા-બેઠા ખતમ થઇ રહ્યું હતું આ ખેલાડીનું કેરિયર
ટીમ ઇન્ડીયના ચાઇનામેન બોલર કુલદીપ યાદવને સિલેક્ટર્સે હવે ભારતની ટી20, વનડે અને ટેસ્ટ ત્રણેયની ટીમમાં સિલેક્ટ કર્યો છે. થોડા સમય પહેલાં સુધી કુલદીપ યાદવને સિલેક્ટર્સ સતત ઇગ્નોર કરી રહ્યા હતા અને ટીમ ઇન્ડીયામાં તક આપી રહ્યા ન હતા. જોકે હવે કુલદીપ યાદવની કિસ્મત બદલાઇ ગઇ છે અને સિલેક્ટર્સે તેમને ટી20 વર્લ્ડકપ બાદ ન્યૂઝિલેંડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય ટીમાં સિલેક્શન થયું છે. 

હવે ભારતની ટેસ્ટ, વનડે અને ટી20 ટીમમાં મળ્યું સ્થાન
કુલદીપ યાદવ ન્યૂઝિલેંડના પ્રવાસ પર વનડે અને ટી20 સીરીઝ રમશે, જ્યારે બાંગ્લાદેશ પ્રવાસ પર પણ તે ટેસ્ટ ટીમનો ભાગ બની ગયા છે. ન્યૂઝિલેંડમાં ભારત્ને 18 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ત્રણેય મેચોની ટી20 સીરીઝ અને ત્રણેય મેચોની વનડે સીરીઝ રમવાની છે. ત્યારબાદ ટીમ ઇન્ડીયા 4 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં ત્રણેય મેચોની વનડે સીરીઝ અને બે મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. 

હવે કહેર મચાવવા માટે તૈયાર
થોડા સમય પહેલાં સુધી સિલેક્ટર્સ યુજવેંદ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલના કારણે કુલદીપ યાદવને ઇગ્નોર કરતા હતા, પરંતુ હવે ટી20 વર્લ્ડકપ 2022 માં રવિચંદ્રન અશ્વિનના ફ્લોપ શો બાદ કુલદીપ યાદવ જેવા ખતરનાક ચાઇનામેન બોલરને ભારતની ત્રણેય ટીમોમાં તક મળી. કુલદીપ યાદવના નામે વનડે ક્રિકેટમાં 2 હેટ્રિક લેવાનો રેકોર્ડ છે. 

ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડીયા
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટ કિપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

ન્યૂઝિલેંડ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડીયા
શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (ડબ્લ્યુકે), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડીયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

બાંગ્લાદેશ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડીયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news