Gujarat Cabinet: મંત્રી મંડળમાં કોને મળશે મોકો? શું ભાજપને ગાળો આપનાર હાર્દિક અને અલ્પેશ બનશે મંત્રી?

Gujarat Cabinet 2022: ગુજરાત સરકારના સંભવિત મંત્રી મંડળમાં કોનો-કોનો થઈ શકે છે સમાવેશ? મંત્રી મંડળમાં સ્થાન આપવા પાછળનું શું છે રાજકીય ગણિત? ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તો રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી પણ હવે શું છે ભાજપનું અત્યાર સુધીનું સૌથી મોટું મિશન જાણો...

Gujarat Cabinet: મંત્રી મંડળમાં કોને મળશે મોકો? શું ભાજપને ગાળો આપનાર હાર્દિક અને અલ્પેશ બનશે મંત્રી?

બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચુકી છે અને પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ખોબલે ખોબલા ભરીને ભાજપ તરફથી મતદાન કર્યું છે. જેને કારણે ભાજપની રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીત થઈ છે. ભાજપને આ વખતે જનતાએ કુલ 182 બેઠકોમાંથી ઐતિહાસિક 156 બેઠકો આપી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. તો દિલ્હીથી આવેલી આમ આદમી પાર્ટી પણ 5 બેઠકો જ મેળવી શકી છે. જ્યારે આ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને અપક્ષના અન્ય ઉમેદવારોને 4 બેઠક મળી છે. સૌથી કોઈ આ રેકોર્ડ બ્રેક જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપી રહ્યાં છે.

નવી સરકારની રચના માટે સત્તાવાર રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે મંત્રી મંડળ સહિત રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. અને નવી સરકાર અને નવું મંત્રી મંડળ રચવા માટે દાવો પણ રજૂ કરી દીધો છે. આવતી કાલે ભાજપના નવા ચૂંટાયેલાં સભ્યોની ધારાસભ્ય દળની બેઠક પણ મળશે. જેમાં પક્ષના નેતા તરીકે સીએમની વરણી કરવામાં આવશે. ત્યાર બાદ આગામી 10 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નવી સરકારના મંત્રી મંડળની શપથવિધિ થશે. સંભવિત મંત્રી મંડળ કેવું હશે તેની પણ જાણકારી મેળવીએ. એક નજર કરીએ ગુજરાત સરકારના સંભવિત મંત્રી મંડળની યાદી પર...

નવા અને જૂના ચેહરાઓ માંથી પસંદગી અંગે ચર્ચા-
સિનિયર નેતાઓમાં હર્ષ સંઘવી  ગણપત સિંહ વસાવા,  રમણ લાલ વોરા, રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા , પરસોત્તમ સોલંકી, ઋષિકેશ પટેલ, કિરીટ સિંહ રાણા , કનુભાઈ દેસાઈ,જગદીશ પંચાલ, જીતુ વાઘાણી , શંકર ચૌધરી ના નામો ચર્ચામાં 

નવા ચેહરાઓ:
નવા ચેહરાઓમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગઢ, શંભુપ્રસાદ ટુન્ડિયા, કેતન ઇનામદાર રેસમાં.

મહિલા ચેહરાઓ:
મહિલા ચેહરાઓમાં નિમિશા સુથાર, મનીષા વકીલ, સંગીતા પાટીલ, દર્શના દેશમુખના નામ ચર્ચામાં.

કોણ બની શકે છે વિધાનસભા અધ્યક્ષ?
2022ની પરિણામો આધારે વિધાનસભાના અધ્યક્ષના પ્રબળ દાવેદાર રમણભાઇ વોરા છે. કારણકે તેઓ આ પહેલાં પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી બખુબી નિભાવી ચૂક્યા છે. અને અધ્યક્ષ તરીકે કોઈ સિનિયર વ્યક્તિ હોવો જોઈએ આ પ્રોફાઈલમાં તેઓ ફિટ બેસે છે. તેથી ભાજપ તેમને અધ્યક્ષની જવાબદારી સોંપી શકે છે. મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઇને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત ઉપ દંડક તરીકે ભરત પટેલને સ્થાન મળી શકે છે. જેઠાભાઇ ભરવાડને દંડક તરીકે સ્થાન મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news