ખેડૂતોને મોટો ફટકો! બજારોમાં આવક વધતાં તમામ શાકભાજીના ભાવ ગગડયા, જાણો શું છે હાલનો ભાવ?
ભાવનગર જિલ્લામાં નવી ડુંગળીની આવત થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. તળાજા, મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં દરરોજ 5 હજાર જેટલી ડુંગળીની બોરીની આવક થઈ રહી છે. હાલમાં ખેડૂતોને 100થી 300 રૂપિયા પ્રતિ મણના ડુંગળીના ભાવ મળી રહ્યા છે.
Trending Photos
સપના શર્મા/અમદાવાદ: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. ગત અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો થયો છે. દરરોજ ઉપયોગમાં લેવાતી શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ફ્લાવર, તુવેર, વટાણા, સુરતી પાપડી, વાલોડ, ગાજર, બીટ, ફણસી, હળદર, આમળા, આદુ, ટામેટા, સહિતના શાકમાં ઘટાડો થયો છે. માર્કેટમાં ડિમાન્ડ કરતા વધુ શાકભાજી હોવાથી ભાવમાં ઘટાડો થયો હોવાનો વેપારીઓ જણાવી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં નવી ડુંગળીની આવત થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. તળાજા, મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં દરરોજ 5 હજાર જેટલી ડુંગળીની બોરીની આવક થઈ રહી છે. હાલમાં ખેડૂતોને 100થી 300 રૂપિયા પ્રતિ મણના ડુંગળીના ભાવ મળી રહ્યા છે.
મહત્વનું છે કે, સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદન માટેનું હબ ગણાય છે.જિલ્લાના મહુવા તાલુકામાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. બિયારણ, ખાતર અને મજૂરી સહિત ગણતા ડુંગળી પાછળ ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો હતો. તેમ છતા ભાવ ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ નવી સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી છે..
શાકભાજીના શું છે ભાવ?
- ફ્લાવર- 20 રૂપિયા કિલો
- તુવેર- 60 રૂપિયા કિલો
- વટાણા- 50 રૂપિયા કિલો
- સુરતી પાપડી- 80 રૂપિયા કિલો
- વાલોડ પાપડી- 30 રૂપિયા કિલો
- ગાજર અને બીટ- 30- રૂપિયા કિલો
- ફણસી- 30 રૂપિયા કિલો
- હળદર- 40 રૂપિયા કિલો
- આમળા- 50 રૂપિયા કિલો
- આદું- 80 રૂપિયા કિલો
- ટામેટા- 20 રૂપિયા કિલો
- લીલા ચણા- 60 રૂપિયા કિલો
શાકભાજીની આવકમાં વધારો થતા ભાવમાં ઘટાડો (ગત અઠવાડિયાની સરખામણીએ શાકભાજીના ભાવમાં 20%નો ઘટાડો)
- ફ્લાવર 20 રૂપિયા કિલો
- તુવેર 50-60 રૂપિયા કિલો
- વટાણા 50-60 રૂપિયા કિલો
- સુરતી પાપડી 80 રૂપિયા કિલો
- વાલોડ પાપડી 30-40 રૂપિયા કિલો
- ગાજર અને બીટ 30-40 રૂપિયા કિલો
- ફણસી 30-40 રૂપિયા કિલો
- હળદર 40- 50રૂપિયા કિલો
- આમળા 50-30 રૂપિયા કિલો
- આદું 80-100 રૂપિયા કિલો
- ટામેટા 20 રૂપિયા કિલો
- લીલા ચણા 60-70 રૂપિયા કિલો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે