તથ્ય પટેલ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, મિત્રોએ પણ નફ્ફટાઈની વટાવી હતી હદ, કર્યું હતું એવું કામ
ISKCON Bridge Accident Case: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ વિશે તો રોજે રોજ આઘાતજનક ખુલાસા થતા રહે છે પરંતુ આ વખતે તથ્ય સાથે જે મિત્રો હતા તેમના વિશે પણ એક એવો ખુલાસો થયો છે કે જેના વિશે જાણીને તમારું લોહી ઉકળી જશે.
Trending Photos
Ahmedabad Accident: અમદાવાદના અબજોપતિનો નરાધમ દીકરો મોડીરાત્રે સીનસપાટા કરવા નીકળ્યો, અને મજામાં અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ. તથ્ય પટેલ નામના નબીરાએ 140થી વધુ સ્પીડે કાર દોડાવીને અનેક લોકોને હવામાં ફૂટબોલની જેમ ફંગોળીયા, જેમાં 9 લોકોએ પોતાનો જીવ ખોયો. આ કેસમાં રોજેરોજ આરોપી તથ્ય પટેલ વિશે તો ચોંકાવનારા ખુલાસા થતા જ રહે છે પરંતુ હવે તેના મિત્રો વિશે પણ એવી વાત સામે આવી છે જે જાણીને હચમચી જવાય. ખરેખર એમ થાય કે માનવતા જેવું આ લોકોમાં કઈ છે કે નહીં? એવી પણ હવે તો વિગતો સામે આવી રહી છે કે તથ્ય પટેલને ટોળામાંથી છોડાવતી વખતે પિતા પ્રજ્ઞેશ પટેલની સાથે માતા પણ હતી.
વિસ્મય કેસનું પુનરાવર્તન ન થાય તેવી રખાઈ રહી છે કાળજી
આખા ગુજરાત સહિત દેશભરને હચમચાવી નાખનારા આ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસકર્મીઓ સહિત 9 લોકોના ભોગ લેવાયા. તથા અનેક લોકો ઘાયલ પણ થયા. પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી છે. વર્ષ 2013માં વિસ્મય કેસમાં કેટલીક ભૂલો થઈ હતી તેનું હવે આ વખતે પુનરાવર્તન ન થાય તેની કાળજી પોલીસ દ્વારા લેવાઈ રહી છે. પોલીસે તથ્ય સાથે ગાડીમાં હાજર તેના મિત્રોના વીડિયોગ્રાફી કરીને નિવેદન નોંધ્યા છે. એટલું જ નહીં તથ્યના આંખના વિઝનની પણ બરાબર તપાસ કરાવી લીધી છે. જેમાં બરાબર હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. અલગ અલગ નિષ્ણાંતોના મત પણ ભેગા કરાયા છે અને અનેક જગ્યાએથી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવીને સંયોગિક રીતે પુરવાર થાય તેવા ભરપૂર પ્રયત્નો કરાયા છે.
પિતા સાથે માતા પણ હાજર
આ ઘટનાનો એક વીડિયો ખુબ વાયરલ થયો જેમાં પૂરપાટ ઝડપે જેગુઆર આવીને લોકોને કચડતી જોઈ શકાય છે. આ એકમાત્ર લાઈવ વીડિયો બાઈક ચાલક પ્રાંશુ જીતેન્દ્ર રૂપારેલનો હતો. બાઈક ચાલક પ્રાંશુએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે બાઈકનો શોખીન હોવાથી 20મી જુલાઈની રાતે બાઈક લઈને એસજી હાઈવે પર નીકળ્યો હતો. બાઈકના સ્ટિયરિંગમાં વિડિયો લેવા માટે કેમેરો ફીટ કરેલો હતો. થારનો અકસ્માત જોતા બાઈક ધીમું કર્યું અને તે સમયે પૂરપાટ ઝડપે આવેલી જેગુઆર કારના ચાલકે સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યા. ચાલકે નીચે ઉતરીને પોતાનું નામ તથ્ય પટેલ જણાવ્યું હતું. ઘટનાના થોડા સમય બાદ મહિલા અને પુરુષ તથ્યને લેવા માટે આવ્યા હતા. તથ્યએ તેમને માતા પિતા તરીકે બોલાવ્યા હતા. એટલું જ નહીં તથ્યના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકી પણ આપી હતી.
9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલે કોર્ટમાં કરી અરજી; નબીરાએ ઘરનું ટિફિન આપવાની કરી રજૂઆત#Ahmedabad #Gujarat #AhmedabadAccident pic.twitter.com/2P39KCrG4K
— Zee 24 Kalak (@Zee24Kalak) August 7, 2023
તથ્યના ફોનથી અન્ય મિત્રોને થયા ફોન
પોલીસે એક અન્ય વ્યક્તિ શાશ્વત હિરેનભાઈ પટેલનું પણ નિવેદન લીધુ જેમાં તેમણે કહ્યું કે તથ્ય સાથે તે શાળામાં એક વર્ષ ભણ્યો હતો. થોડા સમય પહેલા જ તથ્ય મળ્યો હતો અને નંબરની આપલે થઈ હતી. વાતચીત થતી હતી. 19મીએ મોડી રાતે તથ્યના મોબાઈલથી ફોન આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ શાન સાગર બોલે છે એમ કહ્યું હતું. તથ્યએ બ્રિજ પર અકસ્મતા કરીને ચાર પાંચ લોકોને ઉડાવી દીધા છે તુ તરત આવી જા એમ કહ્યું હતું. આ ઉપરાંત અન્ય લોકોને પણ તથ્યના ફોનથી ફોન કરાયા હતા.
તથ્યના મિત્રોએ તો નફ્ફટાઈની હદ વટાવી દીધી, કર્યું આઘાતજનક કામ
આ કેસમાં તથ્ય ઉપરાંત તેના મિત્રોની પણ જે વર્તણૂંક સામે આવી રહી છે તે એક આઘાતજનક બાબત છે. એક સાક્ષીએ નિવેદનમાં જે વાત વર્ણવી તે જાણીને કોઈનું પણ લોહી ઉકળી જાય. તેણે કહ્યું કે અકસ્માત બાદ તથ્યને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યારે પ્રજ્ઞેશે કારમાં રહેલા તેના મિત્રોને પરિવારને જણાવવાનું કહ્યું હતું. આર્યન, શાન, જુરમીલ સહિત કેટલાક મિત્રો ત્યારબાદ ઉદગમ ફૂડ સ્ટેશને ગયા અને નાસ્તો કરીને ઘરે ગયા હતા.
અહીં ખરેખર વિચારવા જેવી વાત છે કે આ કેવી પ્રકૃતિના માણસો કહેવાય? આટ આટલા નિર્દોષ લોકોએ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવ્યા, અનેક માતાએ પોતાના વ્હાલાસોયા પુત્રોને ખોયા, પિતાએ આધાર ગુમાવ્યા ત્યારે આ નવી નવી જુવાની ફૂટેલા યુવાઓ આટલા નફ્ફટ કેવી રીતે બની શકે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે