ચૂંટણી પંચે જાહેર કરી ગાઇડલાઇન, ચૂંટણી દરમિયાન કરવું પડશે આ નિયમોનું પાલન

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાની મહામારી વચ્ચે વિશેષ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને થર્મલ ગન જેવી વસ્તુઓ ચૂંટણી સમયે આવશ્યક રહેશે. ચૂંટણીની કામગીરી બાબતે ટ્રેનિંગ ઓનલાઇન સૂચન કરવામાં આવશે. 

ચૂંટણી પંચે જાહેર કરી ગાઇડલાઇન, ચૂંટણી દરમિયાન કરવું પડશે આ નિયમોનું પાલન

હિતલ પારેખ, ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાની મહામારી વચ્ચે વિશેષ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને થર્મલ ગન જેવી વસ્તુઓ ચૂંટણી સમયે આવશ્યક રહેશે. ચૂંટણીની કામગીરી બાબતે ટ્રેનિંગ ઓનલાઇન સૂચન કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચે કેન્ડીડેટ ઓનલાઇન ફોર્મ મેળવી શકશે, તેમજ એફિડેવિટ પણ ઓનલાઇન કરી ડિપોઝીટ પણ ઓનલાઇન કરી શકશે.

કોરોનાને લઇ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇમાં વધુ જણાવવામાં આવ્યું કે, કોરોનાને કારણે વિશેષ કીટ આપવામાં આવશે. રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં સોશિયિલ ડિસ્ટન્સ જળવા તે માટે મોટી ઓફિસ રાખવાની સૂચના અપાઇ છે. તેમજ EVM અને વિવિપેડની વહેંચણી મોટા હોલમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોવિડની કામગીરી માટે બેઠક દીઠ હેલ્થના નોડલ ઓફિસર નિમૂણ કરવા પર સૂચના આપવામાં આવી છે.

કેન્ડીડેટ ઓનલાઇન ફોર્મ મેળવી શકશે, તેમજ એફિડેવિટ અને ડિપોઝીટ પણ ઓનલાઇન કરી શકશે. ઉમેદવાર બે વ્યક્તિની સાથે જ ફોર્મ ભરી શકશે. 2 વાહન સાથે જ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જઇ શકશે. એક પોલિંગ બુથ પર 15ની જગ્યાએ 1000 મતદારો મતદાન કરી શકશે. ચૂંટણીના આગળના દિવસે સમગ્ર સ્થળ સેનિટાઇઝર કરવાનું રહશે. જ્યારે ઉમેદવાર સહિત 5 વ્યક્તિ જ ડોર 2 ડોર પ્રચાર કરી શકશે.

સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી થાય તો કાર્યવાહી કરવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકશે. જાહેર જગ્યા પર સભા માટેની જગ્યા સુવિધા એપ્લિકેશન દ્વારા આપવામાં આવશે. સભા ભરવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.

અધિકારી દ્વારા એડવાન્સમાં સભા સ્થળની ચકાસણી કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગની બાબતોની તપાસ કરવાની આવશ્યક રહેશે. મત ગણતરી માટે એક હોલમાં માત્ર 7 ટેબલ રાખવાની સૂચના આપવામાં આવી છે. એડિશનલ અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિમવા પણ મંજરી મેળવવાની રહેશે. વધારે કૌંટિંગ એજન્ટ ન રાખવા પડે તે માટે મોટી સ્ક્રીન પર પરિણામ બતાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news