CBIએ સુશાંતના કુક નીરજને પૂછ્યા આ 8 સવાલ, જાણો તપાસમાં હવે આગળ શું થશે

એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે સીબીઆઇ (CBI) તેના કુક નીરજની પૂછપરછમાં કુલ 8 સવાલોના જવાબ જાણવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ નીરજની સુશાંતના મોતના દિવસે 13 જૂનના થયેલી ઘટનાઓ વિશે પૂછપરછ કરી રહી છે.

CBIએ સુશાંતના કુક નીરજને પૂછ્યા આ 8 સવાલ, જાણો તપાસમાં હવે આગળ શું થશે

નવી દિલ્હી: એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે સીબીઆઇ (CBI) તેના કુક નીરજની પૂછપરછમાં કુલ 8 સવાલોના જવાબ જાણવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ નીરજની સુશાંતના મોતના દિવસે 13 જૂનના થયેલી ઘટનાઓ વિશે પૂછપરછ કરી રહી છે.

સીબીઆઇ નીરજથી પૂછ્યા આ સવાલ:

  1. કોણ કોણ સુશાંતની મોતના સમયે રૂમમાં હાજર હતા?
  2. સુશાંત અન્ય લોકો સાથે કેટલો સમય પસાર કરતો હતો?
  3. સુશાંતનો વ્યવહાર કેવો હતો, ખાસ કરીને 13 જૂનના?
  4. શું સુશાંતે તે દિવસે સામાન્ય ખોરાક ખાધો હતો?
  5. સુશાંત સિંહ કેટલા વાગે સુવા માટે ગયો હતો?
  6. સુશાંતની બોડી સૌથી પહેલા કોણે જોઇ?
  7. શું કોઇએ સુશાંતની બોડી ઉતારવા માટે કહ્યું હતું? જો હા તો તે કોણ હતું?
  8. પીસીઆરને ક્યારે કોલ કરવામાં આવ્યો અને તે કોલ કોણે કર્યો હતો?

નીરજની પૂછપરછ આ કારણથી કરવામાં આવી રહી છે કેમ કે, તે તેઓમાંથી છે જેમણે સુશાંતની બોડી સૌથી પહેલા જોઇ હતી. આ પૂછપરછના આધાર પર સીબીઆઇને ક્રાઇમ સીનનું રિક્રિએશન કરવામાં મદદ મળશે.

સીબીઆઇ સુશાંતના ઘર પર ઘટનાનું રિક્રિએશન કરવાની તૈયારી કરી રહી છે. આ કારણથી નીરજની ગેસ્ટ હાઉસમાં પૂછપરછ થઇ રહી છે. ક્રાઇમ સીનનું રિક્રિએશનના સમયે સીબીઆઇ નીરજને પણ પોતાની સાથે રાખી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news