સુરત : અંતિમવિધિનો વિવાદ વકરતા સ્મશાન ગૃહની બહાર ચોકી પહેરો ગોઠવાયો
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટી રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સુરતના સ્મશાન ગૃહમાં પણ લાશોના અંતિમવિધિ માટે લાંબુ વેઈટિંગ બોલાવી રહ્યું છે. જેના કારણે પરિવારજનોએ પણ અંતિમવિધિ માટે કલાકો સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જોકે સુરતમાં તંત્ર દ્વારા મોતના સાચા આંકડા છુપાવવામાં આવતાં હોવાની ચર્ચાએ ભારે ઊહાપોહ મચાવ્યો છે. તંત્ર દ્વારા સુરતના સ્મશાનગૃહ બહાર સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ જવાનોને મુકી દેવાતા તંત્રની કામગીરી સામે શંકા ઊભી રહી છે.
પહેલા રોજગારી પછી ચૂંટણી : સરકારી નોકરીમાં ભરતી માટે યુવાનોની પેટાચૂંટણી બહિષ્કારની ચીમકી
સુરત શહેરમાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે. એક બાદ એક કોરોનામાં સપડાયેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. જેના કારણે શહેરના સ્મશાન ગૃહમાં પણ લાશની અંતિમવિધિ માટે પરિવારજનોએ વેટિંગમાં રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. સુરતમાં કોરોનાના દર્દીઓનો આંકડો તંત્ર દ્વારા છુપાવવાના પ્રયાસ કરાતા હોવાની હાલ ભારે ચર્ચા છે. ત્યારે શહેરના અશ્વનીકુમાર, ઉમરા અને જહાંગીરપુરા સ્મશાનગૃહ બહાર પાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સ્મશાનગૃહમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેથી તંત્ર દ્વારા સ્પષ્ટપણે ક્યાંકને ક્યાંક મોતના આંકડાઓને છુપાવવાનો પ્રયાસ કરાતો હોય તે બાબત અહીં ફલિત થઈ રહી છે.
વડોદરાના ચોંકાવનારા ખબર, કોરોનાના દર્દી માટે 34 હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી
તો બીજી તરફ તંત્રના અધિકારીઓનું કહેવું છે કે, માત્ર કોવિડના દર્દીઓના આંકડા સરકારી તંત્રના ચોપડે દર્શાવવામાં આવી રહ્યા છે. જ્યારે કે, કો-મોર્બિટ દર્દીઓના આંકડા સરકારી ચોપડે પોઝિટિવ તરીકે બતાવવામાં આવતા નથી. પરંતુ નોન-કોવિડ દર્દીઓમાં પણ એક ટકા કોરોનાની શક્યતા રહેલી હોવાથી તેની અંતિમવિધિ પણ કોરોનાના દર્દીઓની જેમ જ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે