રૂપિયા 1 લાખની લાંચ લેતા GST અધિકારીની એસીબીએ કરી ધરપકડ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા વાપી એસીબીના હાથે ઝડપાયા છે. GST  અને સર્વિસ ટેક્સના સુપ્રિટેન્ડટ નરેન્દ્ર સાંમરિયા નામના અધિકારીને એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. 
 

રૂપિયા 1 લાખની લાંચ લેતા GST અધિકારીની એસીબીએ કરી ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા વાપી એસીબીના હાથે ઝડપાયા છે. GST  અને સર્વિસ ટેક્સના સુપ્રિટેન્ડટ નરેન્દ્ર સાંમરિયા નામના અધિકારીને એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. 

વાપી ખાતે મંડપનો વેપાર કરતા ફરિયાદી પાસે જીએસટી અધિકારીએ મંડપનો સર્વિસ ટેક્સના નાણાં ઓછા કરવા માટે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી. ત્યારે ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરી હતી. અને એસીબીએ આ અધિકારીને રૂપિયા લેતા સમયે છટકુ ગોઠવીને રંગે હાથે ઝડપી લીધો છે.

58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાશે કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠક, તૈયારી શરૂ

એસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલા જીએસટી અધિકારીની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આ અગાઉ કેટાલ લોકો પાસેથી લાંચની માંગણી કરી છે તે અંગેની તપાસ પણ કરવામાં આવી રહી છે. એસીબી આ અધિકારીની ઘરપકડ કરીને વધુ તપાસ હાથી ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news