ગુજરાતના 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 10 વર્ષ બાદ બસના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને દરરોજ મુસાફરી કરતા 10થી વધુ મુસાફરોના ખિસ્સા પર ભાર પડશે. આ વધારો રૂપિયા 1થી માંડીને 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.

ગુજરાતના 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો

GSRTC Bus fare Hike: ગુજરાતને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. સરકારે 10 વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી પૂરી સંભાવના છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ  ૨૦૧૪ બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે.

આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજો. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની બદલે 80 પૈસા કરવામાં આવ્યા છે.  એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે.  નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.  

— Zee 24 Kalak (@Zee24Kalak) July 31, 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પોતાનો બચાવ કરતાં જણાવ્યું છેકે, તેઓ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કર્યો છે. જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુકવામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી નિગમ દ્વારા 2014 બાદ ભાડામાં વધારો કર્યો છે. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા લગભગ દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવે છે. તેમછતાં ગુજરાત એસ ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઇપણ પ્રકારનો વધારો કર્યો નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 31, 2023

GSRTC બસના ભાડામાં તોતિંગ વધારો

  •  આવતીકાલથી મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે 
  • 2014 બાદ ભાડામાં વધારો ન કરાતા હવે  હવે ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો
  • એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરાયો
  • 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસનું ભાડું વધાર્યું 
  • લોકલ બસમાં પ્રતિ કિ.મી. 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા 
  • એક્સપ્રેસ બસમાં 68 પૈસાના 85 પૈસા કરાયા 
  • નોન એસી સ્વીપર કોચના 62 પૈસાના 77 પૈસા કરાયા

નવીન વાહનો સેવામાં મુકવામાં આવશે

-  ગુજરાતની મુસાફર જનતાને વધુમાં વધુ પરિવહન સુવિધાઓ મળી રહે તે માટે આ સમયગાળામાં ૭૦૦ જેટલા નવીન શિડ્યુલો સંચાલનમાં મુકવામાં આવશે.

-  આ નવીન શીડ્યુલ થકી વધુમાં વધુ ટ્રીપોનો ગ્રામીણ મુસાફરો, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના મુસાફરોને
લાભ મળવા પામશે.

નવીન ભરતીનું આયોજન
- નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034  કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે.
- જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news