GPSC દ્વારા 26 ફેબ્રુઆરીએ યજાનાર મદદનીશ ઈજનેરની પરીક્ષા મુલતવી, આ કારણે લેવાયો નિર્ણય

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે 26 ફેબ્રુઆરીએ યોજાનાર મદદનીશ ઈજનેરની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. 
 

GPSC દ્વારા 26 ફેબ્રુઆરીએ યજાનાર મદદનીશ ઈજનેરની પરીક્ષા મુલતવી, આ કારણે લેવાયો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી આયોજિત પરીક્ષાઓ પૈકી જાહેરાત 27/2022-2023, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2ની પ્રાથમિક કસોટી જે 26 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, તેને સ્થગિત કરી છે. જીપીએસસીએ એક અખબારી યાદી જાહેર કરી આ માહિતી આપી છે. નોંધનીય છે કે 26 ફેબ્રુઆરીએ સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળે કહ્યું કે, પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. 

એક દિવસે બે પરીક્ષા ભેગી થતાં લેવાયો નિર્ણય
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ મદદનીશ ઈજનેરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજ દિવસે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જુનિયર ઈજનેરની પરીક્ષા છે. એટલે એક જ દિવસે બે પરીક્ષા ભેગી થવાને કારણે વિદ્યાર્થીઓને નુકસાન ન જાય એટલા માટે આયોગ દ્વારા આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. તેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. 

GPSC એ જાહેર કર્યું ભરતી કેલેન્ડર 
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વિવિધ પરીક્ષાઓ ક્યારે યોજાશે તેનું સંપૂર્ણ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2023માં યોજાનારી તમામ ભરતી માટે જીપીએસસી દ્વારા આ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસીએ આપેલી માહિતી પ્રમાણે મે મહિનાથી વિવિધ પરીક્ષા લેવામાં આવશે. 

આ છે પરીક્ષાનો કાર્યક્રમ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મે 2023માં કુલ 12 પરીક્ષાનું આયોજન થશે. જેમાં નાયબ નિયામક, કાયદા અધીક્ષક, ટેક્નિકલ ઓફિસર સહિત અનેક ભરતી છે. તો જૂન 2023માં કુલ 15 જુદી-જુદી જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી વિવિધ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news