વધુ એક સરકારી ભરતી માટે TAT પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરાશે

TAT Exam Date Declare : શિક્ષકો માટે લેવાય છે આ પરીક્ષા... TAT પરીક્ષાની તારીખ અને સાથે જ ફોર્મ ક્યારથી ભરી શકાશે તેની સઘળી માહિતી જાહેર કરાઈ છે
 

વધુ એક સરકારી ભરતી માટે TAT પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરાશે

Government Jobs : માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. TAT ની પરીક્ષા જાહેર કરવામાં આવી છે, જે નવી શિક્ષણ નિતિ મુજબ પરીક્ષા લેવાશે તેવુ જણાવાયું છે. આજથી પરીક્ષા માટે ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે. આગામી 4 જુન પ્રીલિમનરી પરીક્ષા લેવાશે. તો 18 જુન મુખ્ય પરીક્ષા લેવાશે. 

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, નવી પરીક્ષા પ્રણાલી મુજબ ટેટની પરીક્ષા લેવાશે. TATની પરીક્ષા પદ્ધતિ હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બે પરીક્ષા લેવાશે. એક શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક અને શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિક રહેશે. પરંતુ ઉમેદવાર ધ્યાન રાખે કે, પ્રથમ પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. 

  • ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો - 2 મે, 2023 થી 20 મે, 2023
  • નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો -  2 મે, 2023 થી 20 મે, 2023
  • પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ - 4 જૂન, 2023
  • મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ - 18 જુન 2023

વધુ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ https://www.sebexam.org પર સંપર્ક કરવો.

TAT_zee.jpg

તાજેતરમાં જ ગુજરાતભરમાં TET-2ની પરીક્ષા લેવાઈ હતી. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે કુલ 2 લાખ 76 હજાર ઉમેદવારો હતા. આ પરીક્ષા પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે ફરજિયાત છે. કુલ 6 વર્ષના લાંબા અંતરાલ બાદ આ પરીક્ષા લેવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news