ખેડૂતોને કૃષિ ઈનપુટ સહાય માટેની અરજીની તારીખ લંબાવાઈ
અગાઉ 15 જાન્યુઆરી, 2019 અંતિમ તારીખ નક્કી કરાઈ હતી, જેને હવે આગળ વધારીને 31 જાન્યુઆરી, 2019 અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વધુ એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2018-19માં અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીપાકોને થયેલી નુકસાનીની સહાય મેળવવા માટે ખેડૂતો દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવામાં આવી છે. અગાઉ 15 જાન્યુઆરી, 2019 અંતિમ તારીખ નક્કી કરાઈ હતી, જેને હવે આગળ વધારીને 31 જાન્યુઆરી, 2019 અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે.
રાજ્યના મહેસુલ વિભાગના રાહત નિયમક અને અધિક સચિવ એમ.આર. કોઠારી દ્વારા રાજ્યના અસરગ્રસ્ત અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, મોરબી અને દેવભૂમી દ્વારકા જિલ્લાઓના જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને એક પરિપત્ર કરવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં રાજ્યના દુષ્કાળગ્રસ્ત 51 તાલુકાઓમાં ખેતીપાકોને થયેલા નુકસાન સંદર્ભે સંબંધિત ખેડૂતો પાસેથી SDRF અંતર્ગત ક્રોપ ઈનપુર સબસિડી મેળવવા માટેની અરજીઓ 31 જાન્યુઆરી, 2019 સુધી સ્વીકારવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ અરજદારો પાસેથી અરજી મેળવીને ચૂકવણી સંદર્ભે જરૂરી કાર્યવાહી વહેલાસર કરવા માટે પણ જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે