ગોવાભાઇ રબારી દિલ્હીની સરકારમાં બેસશે, વાયરલ વીડિયોમાં ભૂવાજીનું વચન

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાના દાવેદારને ભુવાએ વચન આપ્યાનો વીડિયો વાયરલ થયો છે.

ગોવાભાઇ રબારી દિલ્હીની સરકારમાં બેસશે, વાયરલ વીડિયોમાં ભૂવાજીનું વચન

અલ્કેશ રાવ, બનાસકાંઠા: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાના દાવેદારને ભુવાએ વચન આપ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં માતાજીની રમેલમાં ભુવાએ ગોવાભાઇને દિલ્હીની સરકારમાં બેસાડવાનું વચન આપ્યું હતું. ત્યારે માતાજીની રમેલમાં હાજર એક વ્યક્તિ દ્વારા તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

ડીસામાં માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાના પુર્વ ધારાસભ્ય અને લોકસભાના દાવેદાર ગોવાભાઇ રબારી હાજર રહ્યાં હતા. ગોવાભાઇ રબારી બનાસકાંઠા કોંગ્રેસમાંથી લોકસભા બેઠકના દાવેદાર છે. ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાના દાવેદારને ભુવાએ વચન આપ્યાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ભૂવાએ રમેલમાં ગોવાભાઇ રબારીની હાજરીમાં ભવિષ્ય વાણી કરી હતી.

આ ભવિષ્ય વાણી કરતા ભૂવાએ ગોવાભાઇને દિલ્હીની સરકારમાં બેસાડવાનું વચન આપ્યું હતું. આ વાતને લઇને નેતાઓ પણ અનશ્રદ્ધામાં માનતા હોવાનો વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી બાજુ એવા પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે કે, કોંગ્રેસના નેતાઓ હેવ ચૂંટણી જીતવા માટે ભૂવાઓ પાસે પહોંચ્યા. ત્યારે ઝી 24 કલાક આ વીડિયોની પૂષ્ટિ કરી રહ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news