IPL 2019 : આઇપીએલમાં વિરાટ કોહલીએ આખી દુનિયાના ક્રિકેટર્સને પછાડીને મેળવી મોટી સિદ્ધિ

ભારતીય ક્રિકેટ ટીમ અને રોયલ  ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 5000 રન કરી લીધા છે. વિરાટ કોહલીએ આઇપીએલની 12મી સિઝનની સાતમી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. 

IPL 2019 : આઇપીએલમાં વિરાટ કોહલીએ આખી દુનિયાના ક્રિકેટર્સને પછાડીને મેળવી મોટી સિદ્ધિ

બેંગ્લુરુ : ભારતીય ક્રિકેટ ટીમ અને રોયલ  ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 5000 રન કરી લીધા છે. વિરાટ કોહલીએ આઇપીએલની 12મી સિઝનની સાતમી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલીએ 165 મેચની 157 ઇનિંગમાં 5000 રન પુરા કર્યા છે. આ દરમિયાન તેણે ચાર શતક અને 34 અર્ધશતક લગાવ્યા છે. 

વિરાટ કોહલી હવે આઇપીલમાં સર્વાધિક રન બનાવનાર બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. આઇપીએલમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ હજી સુધી ચેન્નાઇ સુપરકિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાના નામે છે. સુરેશ રૈનાએ હજી સુધી 178 મેચોની 174 ઇનિંગમાં 5034 રન બનાવ્યા છે. આમાં એક શતક અને 35 અર્ધશતક શામેલ છે. 

— IndianPremierLeague (@IPL) 28 March 2019

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. રોહિતે 175 મેચની 170 ઇનિંગમાં 4555 રન બનાવ્યા છે જેમાં એક શતક અને 34 અર્ધશતક શામેલ છે. આ સિવાય વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ આઇપીએલમાં સૌથી ઝડપી 4000 રન બનાવનાર પહેલો બેટ્સમેન બની ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news