નરેશ પટેલ અંગે ગોપાલ ઈટાલિયાનું નિવેદન; 'CM બનવા માટે પહેલા પાર્ટીમાં જોડાવવું પડે, જીતાડવા માટે રણનીતિ બનાવવી પડે'
નરેશ પટેલને રાજ્યમાં સીએમનો ચહેરો બનવું છે આ અહેવાલ બાદ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બનવા પહેલા પાર્ટીમાં જોડાવવું પડે, પાર્ટીને જીતાડવા માટે રણનીતિ બનાવવી પડે. પાર્ટી કેવી રીતે જીતી શકે તેના માટે સ્ટેટરજી ઘડવી પડે.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસ પક્ષ તો એક્ટિવ થાય છે, પરંતુ આ વખતે આપ પણ એક્ટિવ થયું છે. ગોપાલ ઈટાલિયા દ્વારા નરેશ પટેલને લઈને એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. જેણા કારણે રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.
નરેશ પટેલ અંગે AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. નરેશ પટેલને રાજ્યમાં સીએમનો ચહેરો બનવું છે આ અહેવાલ બાદ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બનવા પહેલા પાર્ટીમાં જોડાવવું પડે, પાર્ટીને જીતાડવા માટે રણનીતિ બનાવવી પડે. પાર્ટી કેવી રીતે જીતી શકે તેના માટે સ્ટેટરજી ઘડવી પડે. લોકો પરિવર્તન ઈચ્છે છે તેવી પરિવર્તન યાત્રામાં આશા વ્યક્ત કરી ગોપાલ ઈટલીયાએ આ નિવેદન આપ્યું છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ ખોડલધામના સર્વેસર્વા નરેશ પટેલને રાજકારણમાં અને ખાસ કરીને પોત પોતાની પાર્ટીમાં જોડવા માટે હોડ લાગી ગઈ હોય એવો માહોલ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને નોતરું મોકલી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ નરેશ પટેલના કોંગ્રેસ જોડાણ અથવા તો રાજકારણ જોડાણ અંગે નિવેનદ આપ્યું છે.
અગાઉ નરેશ પટેલ અંગે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલના વિચારો પ્રમાણેની ગુજરાતમાં એક જ પાર્ટી છે એ છે આમ આદમી પાર્ટી છે. નરેશ ભાઈ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મળીને જે કઈ નિર્ણય કરશે તેમાં અમે તન મન ધનથી લાગી પડીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલને કૉંગ્રેસમાં જોડાવાની તારીખ જાહેર કરવાની વાત કરવાની વાત કરી કૉંગ્રેસ દબાણ કરે છે. કૉંગ્રેસના આટલા નેતા છે પૂર્વ મંત્રી સાંસદ નેતાઓ હજારો નેતાઓ છે. તેમને પોતાના નેતાઓ પર ભરોસો નથી કે નરેશ પટેલ પર દબાણ કરે છે. વાત જો તારીખ જાહેર કરવાની હોય તો સારો દિવસ જોઈ કૉંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ.
નરેશ પટેલ મામલે ગોપાલ ઇટાલિયાએ અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતું વહાણ છે. દેશમાં જ્યાં પણ ચૂંટણી થઈ ત્યાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું મને લાગતું નથી. અમે પણ નરેશ પટેલને અમારી સાથે આવવા પ્રપોઝલ આપ્યા છે. પરંતુ અંતિમ નિર્ણય નરેશભાઈ જ લેશે, પણ એ અમને નેતૃત્વ આપે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે તો નરેશભાઈને સીએમ બનાવશે ને...
ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકી નથી. રાજ્યમાં નપા, કોર્પોરેશન, પંચાયતની ચૂંટણીમાં બરાબર ધોવાઈ ગઈ છે, હવે આ સ્થિતિમાં નરેશ પટેલને સીએમનો ચહેરો કોંગ્રેસ આપે એ મજાક જેવું છે. અમે આદિવાસી સમાજના હિતેચ્છુ મહેશ વસાવાને મળ્યા હતા, જેથી અમે તમામ સમુદાય સાથે આગળ વધીશું. ભાજપના ભ્રષ્ટ લોકોને જે દૂર કરવા માંગે છે એ અમારી સાથે આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે