અમદાવાદ: અંજલિ બ્રિજ પર 70 લાખના સોનાની લૂંટ, પોલીસના વેશમાં હતાં લૂંટારુઓ

શહેરના અંજલી બ્રિજ પર આશરે 70 લાખ રૂપિયાના સોનાની લૂંટના અહેવાલ છે. એક્ટિવા પર આવેલા શખ્સોએ આ સોનાની લૂંટ મચાવી. મુંબઈથી વેપારીઓ અમદાવાદમાં સોનાનું માર્કેટિંગ કરવા માટે આવ્યાં હતાં. ત્યારે આ સોનાની લૂંટ થઈ. 

અમદાવાદ: અંજલિ બ્રિજ પર 70 લાખના સોનાની લૂંટ, પોલીસના વેશમાં હતાં લૂંટારુઓ

જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના અંજલી બ્રિજ પર આશરે 70 લાખ રૂપિયાના સોનાની લૂંટના અહેવાલ છે. એક્ટિવા પર આવેલા શખ્સોએ આ સોનાની લૂંટ મચાવી. મુંબઈથી વેપારીઓ અમદાવાદમાં સોનાનું માર્કેટિંગ કરવા માટે આવ્યાં હતાં. ત્યારે આ સોનાની લૂંટ થઈ. મળતી માહિતી મુજબ મુંબઈથી આવેલા મહાવીર મહેતા નામના વ્યક્તિનું આ સોનું હતું. એસ એમ જેમ્સનું સોનું લૂટાયું છે. નવીન સંઘવી નામની વ્યક્તિ 6 કિલો સોનું લઈને અમદાવાદ આવ્યો હતો. રમેશભાઈ અને નવીન સંઘવી નામના આ બે વ્યક્તિ એક્ટિવા પર સવાર હતાં. 

મળતી માહિતી મુજબ મુંબઈથી વેપારી અઢી કિલો સોનુ લઈને અમદાવાદ માર્કેટિંગ માટે આવ્યાં હતાં. ટ્રાન્સ્પરન્ટ પ્લાસ્ટિકના ડબ્બામાં દાગીના બેગમાં ભરીને બે લોકો એક્ટીવા પર નારોલ ચોકડી ચેક પોસ્ટ પરથી જઈ રહ્યાં હતાં. સવારે 9 વાગે વેપારીને નારોલ શાસ્ત્રી બ્રિજ ચોકડી પાસે પોલીસે અટકાવીને તપાસ કરી હતી. ત્યાંથી નીકળ્યા પછી અંજલિ બ્રિજ પર એક્ટિવા પર આવેલા શખ્સોએ લૂંટ કર્યાનો વેપારીએ આક્ષેપ કર્યો છે. વાસણા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

જુઓ LIVE TV

એવું કહેવાય છે કે પોલીસનો વેશ ધારણ કરીને અંજલિ બ્રિજ પર આ 70 લાખ રૂપિયાના દાગીનાની લૂંટને અંજામ અપાયો છે. આ સમગ્ર ઘટનાક્રમ આજે સવારે 11 વાગ્યાની આસપાસનો છે. આ સોનુ અમદાવાદના વિવિધ જ્વેલર્સના ત્યાં આપવાનું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news