30 વર્ષથી ગુજરાતમાં વસતા ‘કાશ્મીરી પંડિતોની આપવીતી’ કલમ 370 દૂર થતા ખુશી અપાર

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર થયા બાદ ગુજરાતમાં વસવાટ કરી રહેલા કાશ્મીરી પંડિત પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી કાશ્મીરી પરિવારોએ ખુશીમાં મો મીઠું કરીને ઉજવણી કરી હતી. ગુજરાતમાં વસવાટ કરી રહેલા 200 કરતા પણ વધારે કાશ્મીરી પરિવારે મોદી સરકારના નિર્ણયને વધાવી લીધો હતો. 

30 વર્ષથી ગુજરાતમાં વસતા ‘કાશ્મીરી પંડિતોની આપવીતી’ કલમ 370 દૂર થતા ખુશી અપાર

જાવેદ સૈયદ/અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર થયા બાદ ગુજરાતમાં વસવાટ કરી રહેલા કાશ્મીરી પંડિત પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી કાશ્મીરી પરિવારોએ ખુશીમાં મો મીઠું કરીને ઉજવણી કરી હતી. ગુજરાતમાં વસવાટ કરી રહેલા 200 કરતા પણ વધારે કાશ્મીરી પરિવારે મોદી સરકારના નિર્ણયને વધાવી લીધો હતો. 

30 વર્ષ પહેલા કાશ્મીરમાં તેમનું બધી મિલ્કત છોડીને કાશ્મીરથી ગુજરાત આવેલા કાશ્મીરી પંડિતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં 30 વર્ષથી રહેતા પરિવારોએ ઝી ન્યુઝ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે તે સમયના કાશ્મીરની સ્થિતિ અંગે પણ વાત કરી જે સમયે તેમણે જમ્મુ કાશ્મીર છોડીને ભાગવું પડ્યું હતું. તે સમયે કાશ્મીરી પંડિતોની સ્થિતિ એવી હતી કે અમારે કાશ્મીર છોડીને જીવ બચાવીને ભાગીને અમદાવાદ આવવું પડ્યું હતું.

મુંબઈથી સુરત આવતી બસમાં 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકની ધરપકડ

ગુજરાતમાં આશરે 200 કરતા પણ વધારે કાશ્મીરી પંડિતો રહે છે. અને જ્યારે મોદી સરકારે જમ્મુ કાશ્મીરને લઇને ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો છે, ત્યારે તમામ કાશ્મીરી પંડિતોમાં ખુશીનો મહોલ છવાઇ ગયો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, મોદી અને શાહની જોડી તમામ વસ્તુઓ શક્ય કરી શકે છે. અને કહ્યું કે ‘મોદી હૈ તો મુનકીન હૈ’ મોદી સરકાર સાથે આશા રાખીએ છીએ કે, 30 વર્ષ પહેલા અમે છોડીને ભાગ્યા હતા તે અમને સન્માન સાથે પાછુ મળી શકે છે.

અમદાવાદ: સસ્તુ સોનું આપવાની લાલચે વેપારી સાથે લાખોની ઠગાઈ કરનારની ધરપકડ

ગઈકાલે મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માટે બિલ પાસ કરવામાં આવ્યું તેને લઈને કાશ્મીરીઓમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને કાશ્મીરી પંડિતોમાં જે છેલ્લા 30 વર્ષથી અમદાવાદમાં વસી રહ્યા છે અને 1990ના દાયકામાં પોતાનો ઘર બાર છોડી પોતાની જાન બચાઈને ભાગવું પડ્યું હતું તેઓ મોદી સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news