કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહે કલમ 370ને દૂર કરી અનેક દેશવાસીઓને મનમાં ખુશીઓની ભેટ આપી છે. કેટલાય સમયથી કાશ્મીર મુદ્દે જે કોકડું ગુંચવાયેલું હતું. તેને સાંસદ પસાર કરાવીને દેશની જનતાને આઝાદ કાશ્મીરની ભેટ આપી છે તેની ખુશી અને ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે..ત્યારે તે ઉત્સાહ અને આનંદમાંથી વડોદરાના એક ટેટુ આર્ટિષ્ટે નરેન્દ્રભાઈ મોદીના આઝાદ કાશ્મીરના સ્વપ્નને સાકાર થતાં જોઈને મોદીજીનું ટેટુ પોતાના હાથ પર દોરાવ્યું છે. 

કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી

તૃષાર પટેલ/વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહે કલમ 370ને દૂર કરી અનેક દેશવાસીઓને મનમાં ખુશીઓની ભેટ આપી છે. કેટલાય સમયથી કાશ્મીર મુદ્દે જે કોકડું ગુંચવાયેલું હતું. તેને સાંસદ પસાર કરાવીને દેશની જનતાને આઝાદ કાશ્મીરની ભેટ આપી છે તેની ખુશી અને ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે..ત્યારે તે ઉત્સાહ અને આનંદમાંથી વડોદરાના એક ટેટુ આર્ટિષ્ટે નરેન્દ્રભાઈ મોદીના આઝાદ કાશ્મીરના સ્વપ્નને સાકાર થતાં જોઈને મોદીજીનું ટેટુ પોતાના હાથ પર દોરાવ્યું છે. 

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પ્રદીપ રાજપૂત નામના ટેટુ આર્ટિસ્ટએ જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવા અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા અંગેના કેન્દ્ર સરકાર આ નિર્ણયને અનોખી રીતે આવકર્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી જમ્મુ કાશ્મીરના મામલો ખૂબ પેચીદો બન્યો હતો તો વળી દિવસેને દિવસે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ પણ વધતી જતી હતી. આ તમામ સમસ્યા વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અને વડાપ્રધાન દ્વારા આઝાદ કાશ્મીરને લઈને કલમ 370ને હટાવી અલગ રાજ્ય બનાવવાનો ખરડો સાસદમાંથી પસાર કર્યો અને આ ખરડો પસાર થયા બાદ અલગ રાજ્ય તરીકેનો કાશ્મીરને દરજ્જો મળ્યા બાદ સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.

દેશ સહિત રાજ્યમાં અને વડોદરામાં પણ આ વાતને લઈને ઉત્સાહ છવાયેલો છે. વડોદરાના અનેક નાગરિકોએ ફટાકડા ફોડીને અલગ રાજ્ય તરીકેનો કાશ્મીરનો દરજ્જો સ્વીકાર્યો છે. પરંતુ વડોદરા જ્યારે કલાનગરી તરીકે ઓળખાતું હોય તો આ શહેરના કલાકાર તેમાં પાછળ કેવી રીતે રહી શકે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ટેટુ આર્ટિસ્ટ તરીકે રોજગારી મેળવતાં પ્રદીપ રાજપુતે પોતાના ડાબા હાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ટેટુ બનાવ્યું છે.

મુંબઈથી સુરત આવતી બસમાં 1 કરોડની રદ્દ થયેલી ચલણી નોટ સાથે એકની ધરપકડ

આ ટેટુ બનાવવા પાછળની લાગણી એ છે કે, મોદીજી અને અમિત શાહના આ ઐતિહાસિક નિર્ણયને તેઓએ હંમેશા યાદ રાખી શકે માટે ટેટુ બનાવ્યું છે. જયારે જયારે પ્રદીપ પોતાના જ હાથ પર બનાવેલ મોદીજીનું ટેટુ જોશે એટલી વખત તેને વડાપ્રધાનની દુરંદેશી ભરેલા આ નિર્ણયની યાદ આવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news