આજ મારી અંબે ગરબે રમે... છુટ્ટા વાળ સાથે યુવતીઓએ એવો ભુવા રાસ કર્યો કે ચીચીયારીઓ પડી ગઈ
Navratri 2022 : ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીમાં યુવતીઓએ છુટા વાળ રાખી રાસ લીધા, તો સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઓડિયન્સમાં ચીચીયારીઓ પડી ગઈ
Trending Photos
ગોંડલ :ગુજરાતમાં આજે પણ ભુવા રાસની બોલબાલા છે. ગરબામાં જ્યારે ‘અંબે રમે માડી અંબે રમે’ ગીત વાગે તો લોકો ભુવાની જેમ ધૂણવા લાગે છે. લોકોમાં આ પ્રકારનો રાસ લોકપ્રિય છે. આ ગુજરાતની એક પ્રાચીન પરંપરા છે, જે હજી પણ જળવાયેલી છે. પરંતું ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીમાં યુવતીઓએ છુટા વાળ રાખી રાસ લીધા, તો સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઓડિયન્સમાં ચીચીયારીઓ પડી ગઈ હતી.
ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દર વર્ષે ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન થાય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ ખાસ ગરબા રાસ આયોજિત કરાયા હતા. નવ દિવસ સુધી ચાલનારી આ ગરબીમાં ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની બાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાસ ગરબાની રમઝટ બોલાવાય છે. આ સાથે માં જગદંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં દરરોજ માં ચાચરના ચોકમાં ગરબી પધરાવી ભક્તિ વંદના સાથે મા અંબાની આરતી કરવામાં આવે છે.
આ ગરબાને માણવા માટે મોટી સંખ્યામાં ગોંડલવાસીઓ આવી પહોંચતા હોય છે. તેઓ નવ વર્ષ સુધી બાળાઓને અલગ અલગ અંદાજ અને સ્ટાઈલમાં ગરબા કરતા જુએ છે. ત્યારે એક ગ્રૂપ દ્વારા જે ભુવા રાસ કરાયો, તે અદભૂત હતો.
યુવતીઓએ છુટ્ટા વાળમાં અદભૂત ભુવા રાસ કર્યો હતો. સાથે જ સંગીતના તાલમાં ઓડિયન્સમાં બેસેલા લોકો પણ ખોવાઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે