સુરત : ભુંગળા આપવાની લાલચમાં પાડોશી લઈ ગયો અને બાળકીને ર્નિવસ્ત્ર કરી...
Surat Crime News : સુરતમાં નોકરીની શોધમાં આવતા પરિવારની દીકરીઓ સલામત નથી... મોટાભાગના કિસ્સામાં પાડોશીઓ જ બાળકીઓને બનાવી રહ્યાં છે શિકાર
Trending Photos
Girl Child Molest ચેતન પટેલ/સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકીને ભુંગળા અપાવવાની લાલચમાં પાડોશી યુવાન લઈ ગયો હતો અને બાળકીને નિવસ્ત્ર કરી દીધી હતી .જોકે આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની સાવચેતીના પગલે આ માસુમ બાળકીને પીખે તે પહેલા જ પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને બાળકીને સહી સલામત રીતે પરિવારને સોંપી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીના પિતા મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બાળકી તેના ઘર પાસે રમી રહી હતી, તે દરમિયાન ઘર નજીક રહેતો અરવિંદ નિશાદ ત્યાં પહોંચ્યો હતો. અરવિંદે પોતાની નજર બગાડી હતી, આ બાળકી પર તેની નજર અટકી ગઈ હતી. અરવિંદે તેની મેલી નજર આ બાળકી ઉપર બગાડી હતી. તે બાળકીને ભુંગળા અપાવવાનું કહી પોતાની સાથે લઈ ગયો હતો. આ બાદ તે બાળકીને પોતાના રૂમમાં લઈ ગયો હતો. પિશાચી અરવિંદે બાળકીને ર્નિવસ્ત્ર કરી હતી.
આ પણ વાંચો :
જોકે આ ઘટના બાદ બાળકી ડઘાઈ ગઈ હતી. બાળકીને ર્નિવસ્ત્ર કરતાની સાથે જ તેણી રડવા લાગી હતી. આ દરમિયાન સામે રહેતી એક મહિલાને આ બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. અરવિંદના લગ્ન થયા નથી, તો તેના ઘરમાં કોઈ બાળક ન હતું. જેથી આ બાળકી તેની રૂમમાં શું કરી રહી છે તે જાણવા માટે મહિલાએ અરવિંદના ઘર માલિકને આ અંગે જાણ કરી હતી. બાદમાં સ્થાનિક લોકોએ ભેગા થઈ અરવિંદના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.
દરવાજો ખોલતાની સાથે જ બાળકી ર્નિવસ્ત્ર હાલતમાં દેખાઈ હતી. આ બાદ સ્થાનિક લોકોએ અરવિંદને મેથીપાક ચખાડ્યો હતો. અરવિંદને પાંડેસરા પોલીસને તેને સોંપ્યો હતો. પાંડેસરા પોલીસે અરવિંદ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, અરવિંદના લગ્ન થયા નથી, તે અહીં એકલો રહેતો હતો આ ઉપરાંત લુમ્સના કારખાનામાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જો પાડોશી મહિલા પોતાની સૂઝબૂઝનો ઉપયોગ ન કર્યો હોત તો આ બાળકી ને અરવિદ પોતાની હવસનો શિકાર જરૂર બનાવતે.હાલ તો પોલીસે અરવિંદના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે