ગિરિરાજ સિંહનો કટાક્ષ, કહ્યું- '30,000ના પિઝા ખાનારા રાહુલ ગાંધીને 12,000ની નોકરી દેખાતી નથી'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કહી રહ્યાં છે કે મોદી સરકારમાં દેશમાં રોજગારીની તકો ઊભી કરાઈ નથી. તેમના આ નિવેદન પર ગિરિરાજ સિંહે આકરા પ્રહારો કર્યા છે.

ગિરિરાજ સિંહનો કટાક્ષ, કહ્યું- '30,000ના પિઝા ખાનારા રાહુલ ગાંધીને 12,000ની નોકરી દેખાતી નથી'

અમદાવાદ: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે જે લોકો 30,000 રૂપિયાના પિઝા ખાતા હોય તેમને 12,000 રૂપિયાની નોકરી દેખાતી નથી. સ્પષ્ટ રીતે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા કહ્યું કે 'હું એ લોકોને દેખાડવા માંગુ છું કે એક નોકરી કેવી રીતે પેદા કરાય છે. જે લોકોને ગરીબી દેખાતી નથી અને તેના અંગે જાણવા માટે રાતના અંધેરામાં કલાવતીના ઘરે જાય છે તેઓ કહે છે કે રોજગારી નથી.'

સિંહે કહ્યું અમે ચાર કરોડ લોકોને નોકરી આપી. એ અલગ વાત છે કે 70 ટકા નોકરીઓ મહિને 12,000 રૂપિયાથી ઓછા પગારવાળી હતી. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કહી રહ્યાં છે કે મોદી સરકારમાં દેશમાં રોજગારીની તકો ઊભી કરાઈ નથી. તેમના આ નિવેદન પર ગિરિરાજ સિંહે આકરા પ્રહારો કર્યા છે.

સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહે દેશમાં ખેડૂતોના આંદોલનને કોંગ્રેસનું કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે દેશના અનેક ભાગોમાં ખેડૂતો દ્વારા થઈ રહેલું આંદોલન કોંગ્રેસનું કાવતરું છે. તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનને ગણ્યા ગાંઠ્યા લોકો સમર્થન આપી રહ્યાં છે. ખેડૂતોનો 10 દિવસનું આંદોલન 1 જૂનથી શરૂ થયું છે. ખેડૂતો કૃષિ ઉત્પાદનો માટે ઉચિત મૂલ્ય સાથે ઋણ માફીની માગણી કરી રહ્યાં છે

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે આજે દેશમાં બહુસંખ્યાક સમાજને નબળો બનાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર બહુસંખ્યક સમાજને નબળો બનાવીને દેશને ટુકડામાં વહેંચવાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે કે જ્યાં બહુસંખ્યક હિંદુઓ નબળા બની રહ્યાં છે, ત્યાં સામાજિક સમરસતા તૂટી રહી છે. બહુસંખ્યક હિંદુઓને નબળા બતાવનારા કેન્દ્રીય મંત્રી શુક્રવારે પ્રતાપગઢ જતા સમયે થોડો સમય અહીં સર્કિટ હાઉસમાં રોકાયા હતાં.

કહેવાય છે કે મોદી વિરોધીઓને પાકિસ્તાન મોકલી દેવાની ધમકી આપનારા ગિરિરાજ વડાપ્રધાનની નજરે ચડ્યા અને તેમને ઈનામ તરીકે કેન્દ્રીય મંત્રી બનાવી દેવાયા. ગિરિરાજે પત્રકારો સાથે સીધી વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસ તથા રાહુલ ગાંધી કાવતરા હેઠળ સામાજિક સમરસતાને નબળી કરીને હિંદુઓને પરસ્પર તોડવાનું કામ કરી રહ્યાં છે.

મીડિયાનું માનીએ તો રામનવમીના અવસરે સાંપ્રદાયિક હિંસાનું ષડયંત્ર પહેલેથી જ રચવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ રામનવમીના જુલૂસમાં હથિયાર લઈ જવાની ના પાડી હતી પરંતુ ભાજપ, વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ હથિયારો લઈને જૂલુસ કાઢ્યાં અને પોતાનો હેતુ સિદ્ધ કર્યો. આ જ રીતે બિહારમાં પણ કરાયું હતું.

ગિરિરાજે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં બહુસંખ્યક હિંદુઓને વહેંચવાની કોશિશ કરી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જનોઈ પહેરી લે છે અને કર્ણાટકમાં કોંગ્રેસ બીફ પાર્ટી કરાવે છે. તેમણે કહ્યું કે દેશમાં એવોર્ડ વાપસી કરનારા લોકો ઈચ્છે છે કે હિંદુ સમાજ ખંડિત થાય અને ભાજપ ઈચ્છે છે કે સમગ્ર સમાજ એક થાય અને સનાતન ધર્મ એકજૂથ થાય. દેશ ખંડિત ન થાય. દેશના ઈમોશન રાષ્ટ્ર અને એક્તા સાથે બધાનો સાથ જોડાયેલો રહે.

રામનવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર બોલતા તેમણે કહ્યું કે હું સતત બહાર છું અને પૂરી જાણકારી મેળવ્યાં વગર કોઈ પ્રતિક્રિયા આપી શકું નહીં. યુપી સરકાર દ્વારા ડો.ભીમરાવ આંબેડકરના નામ સાથે રામજી શબ્દ જોડાવવાને તેમણે યોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમાં કશું ખોટું નથી. લોકો કારણવગર સવાલ ઉઠાવી રહ્યાં છે. આંબેડકરના નામ પર કોઈનો એકાધિકાર નથી. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આપણા બધાના છે.

ડો.આબેડકર હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ થઈ ગયા હતા. કેમ? તેનો જવાબ ગિરિરાજ ભલે ન આપી શક્યાં પંરતુ 30 માર્ચના રોજ ગુજરાતથી આવેલા એક સમાચારમાં તેનો જવાબ મેળવી શકાય છે. ભાવનગર જિલ્લામાં કેટલાક ઊંચી જાતિના લોકોએ ઘોડો રાખવાની અને ઘોડેસ્વારી કરવાની મામૂલી બાબતે એક દલિતની હત્યા કરી નાખી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news