લીલા નાળિયેરનો ગઢ ગણાતા ગુજરાતમાં ખેડૂતો એકાએક કેમ કાપી રહ્યા છે નાળિયેરીના બગીચા? આ છે મોટું કારણ

ગીર સોમનાથ જિલ્લો જ્યાં મોટા પ્રમાણમાં નાળિયેરનું ઉત્પાદન થાય છે. આમ તો જૂનાગઢના માંગરોળ, ચોરવાડથી લઈને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા સુધી હજારો હેકટર જમીનમાં લીલા નાળિયેરનું ઉત્પાદન થાય છે.

લીલા નાળિયેરનો ગઢ ગણાતા ગુજરાતમાં ખેડૂતો એકાએક કેમ કાપી રહ્યા છે નાળિયેરીના બગીચા? આ છે મોટું કારણ

કૌશલ જોશી/ગીર સોમનાથ: લીલા નાળિયેરનો ગઢ ગણાતો ગીર સોમનાથ જિલ્લો હવે લીલા નાળિયેરની સુરક્ષા માટે લાચાર બન્યો છે. નિરાશ થયેલા ખેડૂતો મોટી માત્રામાં નાળિયેરીના બગીચાઓ કપાવી રહ્યા છે. બાળકની જેમ ઉછેરેલ નાળિયેરીના છોડ પર જેસીબીની મદદથી બગીચાઓ ભારે હૈયે કપાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી નાળિયેરીમાં સફેદ માખીનાં ઉપદ્રવથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પણ હાલ શિયાળાની શરૂઆત થતા સફેદ માખીની વૃદ્ધિ થતા નાળિયેરીનાં 60 થી70 ટકા પાકને નુકશાન થી ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે.

ગીર સોમનાથ જિલ્લો જ્યાં મોટા પ્રમાણમાં નાળિયેરનું ઉત્પાદન થાય છે. આમ તો જૂનાગઢના માંગરોળ, ચોરવાડથી લઈને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા સુધી હજારો હેકટર જમીનમાં લીલા નાળિયેરનું ઉત્પાદન થાય છે. ત્યારે ગીર કાંઠાના ચોરવાડથી લઈને ઉના સુધીના વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પારંપરિક રીતે નાળિયેરની ખેતી થતી જોવા મળી રહી છે. એક તરફ જોવા જઈએ તો નારીયેળીનું આખું ઝાડ તેના જીવનકાળ દરમિયાન પ્રત્યેક વ્યક્તિને ઉપયોગી થવાની સાથે રોજગારી પણ આપી રહ્યું છે. તેથી તેને કલ્પવૃક્ષ તરીકે પણ માનવામાં આવે છે. પરંતુ પાછલા પાંચેક વર્ષથી નાળિયેરની ખેતી કરતા ખેડૂતો ખુબ પરેશાનીમાં જોવા મળી રહ્યા છે.

છેલ્લા 4 વર્ષથી ગીર કાંઠાના વિસ્તારોમાં નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે. નાળિયેરીમાં જોવા મળતી સફેદ માખી મુખ્યત્વે યુરોપના દેશોમાં જોવા મળતી હતી. જેનો ઉપદ્રવ હવે ગીરકાંઠાના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. સફેદ માખીને નારીયેળીનું કેન્સર પણ કહેવામાં આવે છે. એક વખત સફેદ માખીનો ઉપદ્રવ શરૂ થયા બાદ નારિયેળીને બચાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સફેદ માખી પુષ્કળ પ્રમાણમાં નાળિયેરીના ઝાડના પાન પર બેસીને ચીકણો કાળો પદાર્થ છોડે છે. આથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકતા પાન ખરવા લાગે છે અને નાળિયેરનું ઉત્પાદન ઘટે છે.

હાલમાં ગીર વિસ્તારમાં 500 થઈ 700 હેકટર જમીનમાં નાળિયેરીનો પાક લેવાય છે. સફેદ માખીના ઉપદ્રવને નાથવા જે રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તેને કારણે પણ નાળિયેરનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ક્રૃષી નિષ્ણાંતો ના મતે રસાયણિક દવાઓને બદલે જો લીંબોળીના તેલનો સ્પ્રે, બીવેરિયા બાજીયા અને ટ્રાયસોપાના એગ હેકટર મુજબ મૂકીને ટ્રેપ લગાવી સફેદ માખી પર કંટ્રોલ કરી શકાય છે.

ગીર વિસ્તારમાં સફેદ માખીને કારણે નાળિયેરીના વૃક્ષોમાં નુકશાન થાય રહ્યું છે તો, પાછલા બે-ચાર વર્ષથી ગીરના દરિયાઇ વિસ્તારમાં સતત વાવાઝોડા પણ આવી રહ્યા હતા. જેને કારણે પણ નાળિયેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. 3 વર્ષ પહેલા ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ નાળિયેરના બગીચાઓનો સોથ વાળી દીધો હતો. લાખોની સંખ્યામાં ઉના, ગીરગઢડા અને કોડીનાર સહિતના વિસ્તારોમાં નાળિયેરના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા. 

તો બીજી તરફ જથ્થાબંધ વેપારીઓ અને ઈજારો રાખનાર પ્રત્યેક વેપારી ખેડૂત પાસેથી નાળિયેર ને 10 થી 15 રૂપિયાના ભાવે ખરીદવામાં આવે છે. પરંતુ નાળિયેરની ખેતી કરતા ખેડૂતોને કોઈ આર્થિક ફાયદો થતો જોવા મળતો નથી. આવી પરિસ્થિતિમાં નાળિયેરનું ઉત્પાદન કરતા ખેડૂતો સારા આર્થિક વળતર ન મળવાને કારણે પણ ચિંતિત બન્યા છે.અને બગીચા ઓ કાપી રહ્યા છે.અને બિજા પાકો નૂ વિચારી રહ્યા છે.

ગીરના ખેડૂતો નાળિયેર અને કેસર કેરીના પાકને પ્રથમ પસંદગી આપવા લાગ્યા. પરંતુ હવે તેમાં પણ ખેડુતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. ખાસ કરી નાળિયેરીનાં પાકમાં છેલ્લા 4 વર્ષથી સફેદ માખીનાં રોગની શરૂઆત થઈ અને હવે આ સફેદ માખી ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઉભી કરી રહી છે. નાળિયેરીના બગીચાઓમાં સફેદ માખી આવતા લીલા છમ નાળિયેરીનાં પત્તા ઓ સુકાઈ રહ્યા છે. ગીર વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નાળિયેરીનાં બગીચાઓ છે. સફેદ માખી ના રોગે આંખે આખા બગીચાઓ ને જાણે કે વેરાન બનાવી દે તેવું લાગી રહ્યું છે. 

માખીનાં ઉપદ્રવનાં કારણે બગીચાઓ સુકાઈ રહ્યા છે. અને નાળિયેરનું ઉત્પાદન 60 થી 70 ટકા ઘટ્યું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. ખેડૂતો હવે નાળિયેરીનાં બગીચા ઓ કરતા અચકાય રહ્યા છે. નાની નાળિયેરી ના બગીચાઓ મા પણ સફેદ માખીનો તાંડવ જોવા મળી રહ્યો છે. આ સફેદ માખી નાળિયેરીનાં પત્તાનો રસ ચૂસીને પોતાનામાંથી કાળો ચીકણો પદાર્થ પાન પર છોડે છે. જેને કારણે નાળિયેરી પાન સુકાઈને ખરી જવાથી ફળ લાગતા નથી અને ઉતારો ઘટી જાય છે.

પરિસ્થિતિ એવી બની કે, 6 વિઘા જમીનમાં 12 વર્ષ પહેલાં 450 રૂપિયાનો એક એમ 700 છોડ વાવેલા. જમીન દરિયા નજીક અને ખારાશ વાળી હોય અન્ય ધાન્ય પાકો કે તેલીબિયાં પાકોનું સારૂ ઉત્પાદન થતું ન હતું અને ખર્ચ વધ્યે જતો હતો. આથી બાગાયત ખાતાની ભલામણ અનુસાર 6 વિઘા જમીનમાં લાખ્ખોનો ખર્ચ કરી નાળિયેરી વાવી. 12 વર્ષ રાહ જોયા બાદ પણ કાંઈ જ ઉત્પાદન ન મળતા અને નાળિયેરીની એવી સફેદ માખીનો સતત ઊપદ્રવ વધતા બાળક ની જેમ ઊછેરેલ નાળીયેરના ઝાડ ખેડૂતો ભારે હૈયે કપાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news