Christmas Trip: ક્રિસમસની રજાઓને યાદગાર બનાવવી છે? તો ભારતના આ શહેરો છે બેસ્ટ, તુરંત બનાવો ફરવા જવાનો પ્લાન

Family Christmas Trip: ડિસેમ્બરમાં જો તમે આ જગ્યાની મુલાકાત લેશો તો ખરેખર તમે ધરતી પર જન્નતનો અનુભવ કરી શકો છો. અહીં ચારે તરફ બરફની ચાદર પથરાયેલી હોય છે. અહીં ક્રિસમસના દિવસોમાં કાર્નિવલનું આયોજન થાય છે જે તમારી રજાઓને યાદગાર બનાવી દેશે.

Christmas Trip: ક્રિસમસની રજાઓને યાદગાર બનાવવી છે? તો ભારતના આ શહેરો છે બેસ્ટ, તુરંત બનાવો ફરવા જવાનો પ્લાન

Family Christmas Trip: ડિસેમ્બરની શરૂઆત થાય ત્યારથી જ લોકો ક્રિસમસ વેકેશનમાં ક્યાં ફરવા જવું તેનું પ્લાનિંગ કરવા લાગે છે. પ્લાનિંગ અગાઉથી કરવું સારું એટલા માટે પડે છે કે તમે વેકેશન માટેની જગ્યાની પસંદગી યોગ્ય રીતે કરી શકો. તો જો તમે પણ ક્રિસ્મસની રજાઓમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આજે તમને ભારતના એવા શહેરો વિશે જણાવીએ જ્યાં ક્રિસ્મસની ઉજવણી શાનદાર રીતે થાય છે અને આ સમય દરમિયાન અહીં વાતાવરણ પણ એવું હોય છે જે તમારી ક્રિસમસ ની રજાઓને યાદગાર બનાવી દેશે. 

શિલોંગ

મેઘાલયનું ઉત્તર-પૂર્વી શહેર શિલોંગ ફરવા માટે બેસ્ટ છે. અહીં ખ્રિસ્તીઓની સંખ્યા વધારે છે તેથી ક્રિસમસ અને ન્યુ યરનું સેલિબ્રેશન અહીં જોરદાર રીતે થાય છે.. ક્રિસમસ પર શિલોંગની ગલીઓ, ચર્ચ અને ઘરને સુંદર રીતે શણગારવામાં આવે છે.

શ્રીનગર

ક્રિસમસનો સમય શ્રીનગરમાં ફરવા જવા માટે બેસ્ટ છે આ સમયમાં જો તમે શ્રીનગરની મુલાકાત લેશો તો ખરેખર તમે જન્નતનો અનુભવ કરી શકો છો. અહીં ચારે તરફ બરફની ચાદર પથરાયેલી હોય છે. શ્રીનગરમાં પણ ક્રિસમસના દિવસોમાં કાર્નિવલનું આયોજન થાય છે જે તમારી રજાઓને યાદગાર બનાવી દેશે.

મુન્નાર

ક્રિસમસ આસપાસ કેરલના મુન્નારમાં ફરવા માટે પણ તમે જોઈ શકો છો. અહીં મધ્યમ ઠંડી હોય છે અને તમને ચાના બગીચામાં ફરવાની ખૂબ મજા આવશે. કેરળમાં પણ ક્રિસમસનું શાનદાર રીતે સેલિબ્રેશન થાય છે. ખાસ કરીને અહીં તમે જો હોમ સ્ટે પસંદ કરશો તો તમને અહીંની સંસ્કૃતિને જાણવાની પણ તક મળશે.

બડોગ

હિમાચલ પ્રદેશનું આ એક હિડન ડેસ્ટિનેશન છે. ખૂબ ઓછા પ્રવાસીઓ આ જગ્યા વિશે જાણે છે. આ જગ્યાએ લોકોની ભીડ ઓછી હોય છે તેથી જો તમને ભીડમાં રહેવું પસંદ ન હોય તો ક્રિસમસની રજા પસાર કરવા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. ક્રિસમસ પર અહીં પણ બરફ વર્ષા થઈ હોય છે અને અહીંનો નજારો મનમોહક થઈ જાય છે.

ઔલી

ઉત્તરાખંડનું ઔલી પણ એક પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. ક્રિસમસના દિવસોમાં આ જગ્યાને ભારતનું મીની સ્વીઝરલેન્ડ પણ કહેવાય છે. ચારે તરફ બરફની ચાદર છવાઈ જાય છે અને આ જગ્યાની સુંદરતા દસગણી વધી જાય છે. અહીં તમે વિવિધ એક્ટિવિટીની મજા માણી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news