Amreli નો આ દોડવીર યુવક સોમનાથથી પહોંચશે અયોધ્યા, 21 દિવસમાં કાપશે 1800 કિ.મીનું અંતર

સોમનાથથી (Somnath Temple) અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો ઘનશ્યામ સુદાણી (Ghanshyam Sudani) શુભારંભ કર્યો છે. 21 દિવસમાં 1800 કિ.મી અંતર કાપી અયોધ્યા (Ayodhya Ram Mandir) પહોંચશે

Amreli નો આ દોડવીર યુવક સોમનાથથી પહોંચશે અયોધ્યા, 21 દિવસમાં કાપશે 1800 કિ.મીનું અંતર

હેમલ ભટ્ટ/ ગીર સોમનાથ: સોમનાથથી (Somnath Temple) અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો ઘનશ્યામ સુદાણી (Ghanshyam Sudani) શુભારંભ કર્યો છે. 21 દિવસમાં 1800 કિ.મી અંતર કાપી અયોધ્યા (Ayodhya Ram Mandir) પહોંચશે. સોમનાથ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા અભિવાદન સાથે લીલી ઝંડી આપી છે.

સંકલ્પથી સિદ્ધિ સુધીના સૂત્ર સાથે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર (Ayodhya Ram Mandir) વહેલી તકે નિર્માણ થયા અને દેશમાં એકતા જળવાઈ રહે તેવા શુભ ઉદેશ્ય સાથે મૂળ અમરેલીના પીપળવા ગામના દોડવીર યુવક ઘનશ્યામ સુદાણી (Ghanshyam Sudani) દ્વારા સોમનાથથી અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો આજે 30 માર્ચ ભગવાન સોમનાથની (Somnath Temple) પૂજા અર્ચના કરી શુભારંભ કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભવો દ્વારા દોડવીર યુવકનું અભિવાદન કરવામાં આવે અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. દોડવીર ઘનશ્યામ સુદાણી (Ghanshyam Sudani) સોમનાથ મંદિરથી પ્રારંભ કરેલી દોડની પુર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યા (Ayodhya Ram Mandir) ખાતે તા. 21 એપ્રિલના રામનોવમી ના દિવસે થશે. 1800 કિ.મી.નું અંતર દોડવીર 21 દિવસમાં પૂર્ણ કરશે. અગાઉ પણ સતત 72 કલાક દોડી ઘનશ્યામ સુદાણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી ચુકેલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news