સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાળકનું મોત

વરસાદમાં પાણી ભરાયા હતા ત્યારે ત્યાંથી પસાર થતું બાળક અચાનક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેટે બાળકની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાલકનો મૃતદેહ હાથ લાગ્યો છે. 
 

સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાળકનું મોત

સુરતઃ શહેરના નાના વરાછા વિસ્તારમાં સરકારી શાળાની પાસે આવેલી ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે ગટરમાં ગરકાવ થયેલ બાળકનું મોત થયું છે.  બાળક 7 થી 8 વર્ષનો હતો. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી  હતી અને બાળકની શોધ ખોળ હાથ ધરી છે. પરંતુ અંતે ફાયરના જવાનોના હાથે બાળકનો મૃતદેહ લાગ્યો હતો.  આ ખુલ્લી ઘટર મોતની ગટર સાબીત થઈ છે. આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ. મનપાના કયા અધિકારીની બેદરકારીથી આ ઘટના સર્જાઈ શું મેયર આ ઘટનાને લઈને એકશનમાં આવશે? તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રિ મોનસુન પ્લાન બનાવવામાં આવે છે અને આ પ્લાન પાછલ કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે. પરતું આ પ્લાન માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે. દર વર્ષે પ્રિ મોનસુન પ્લાન બનાવાય છે પરંતુ દર વર્ષે પાણી ભરાય છે અને લોકો હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હાલ તો સવાલ એ જ થાય છે કે આ માસુમ બળક સાથે બનેલી ઘટનાનું જવાબદાર કોણ ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news