ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ શરૂ
Politics On Gujarat Garba Permission : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ..12 વાગ્યા પછી ગરબા ન રમાવા જોઈએ એવું સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન ..તો હર્ષ સંઘવીએ કહ્યું, વહેલા ગરબા બંધ કરાવાનાર જવાબ મળે એટલા ગરબા રમજો...
Trending Photos
Gujarat Politics : ગરબા રમવાની છૂટ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી. યુવાધનને અન્ય બદીઓમાં ના આવે તે પણ જોવાની જવાબદારી સૌની છે. તો જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા કહ્યું કે, 5 વાગ્યા સુધી ગરબા રમવાની જાહેરાત બાદ કેટલાક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે. ગુજરાતની જનતા અહીંયા નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે?
ગુજરાતની જનતા અહીંયા નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે?
નવરાત્રિના પ્રથમ નોરતે ગાંધીનગરના થનગનાટ ગ્રુપમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવાનો મામલે અને મોડે સુધી ગરબા રમવા અંગે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવા માટેની છૂટ આપી એમા અમુકને પેટમાં દુઃખવા લાગ્યું. ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા. ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવા દીધા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબે રમવાનું છે. હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે, સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવીએ. ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી જે ઘરે પરત જાય ત્યારે એક પણ હોટેલ બંધ નહિ હોય તેવી પણ અમે વ્યવસ્થાઓ કરી છે.
મોડી સુધી ગરબા રમાડવાનો ગેનીબેનનો વિરોધ
મોડા સુધી ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહરાજ્ય મંત્રીએ ગૃહ ખાતું અને કાયદા તથા વ્યવસ્થા જાળવવામાં સક્ષમ ન હોવાનો ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો. આ વર્ષે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ગરબાના સમયમાં કરાયેલા વધારાને લઇ ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે ગરબા 12 વાગ્યા સુધી થાય એજ બરોબર હતું અને હવે આ સુધી જે ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહ મંત્રીએ ગૃહ ખાતું કાયદો ને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી. આવા ટાઈમ વધારા આપીને યુવાધન અન્ય બદીઓમાં ના આવે તે પણ જોવાની સૌની જવાબદારી છે.
કોંગ્રેસની સરકારમાં પ્રભાતિયા સુધી યુવતીઓ ગરબા રમતી - શક્તિસિંહ ગોહિલ
ગરબાની છૂટછાટને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં પ્રભાતિયા સુધી યુવતીઓ ગરબા રમતી હતી. યુવતી ગરબા રમી સાયકલ પર એકલી ઘરે જતી હતી. ભાજપના રાજમાં ગુંડાઓ વધ્યાં, ભાજપે ગુંડાઓને આશ્રય આપ્યો છે. ગુંડાઓનું ભાજપ સાથે કનેક્શન છે. સદસ્યતા અભિયાનમાં કાર્યકર્તા બનાવવા ભાજપે ગુંડાઓને જવાબદારી આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે