દૂધસાગર ડેરીના આરોપો પર GCMMFએ આપ્યો જવાબ, તો સરકારે Amulના વહીવટમાં હસ્તક્ષેપ નકાર્યો

ગઈકાલે મહેસાણા ખાતે દૂધસાગર ડેરીનું વિશેષ સાધારણ સભા મળી હતી. જેમાં ડેરી દ્વારા ફેડરેશન સામે છેડો ફાડવામાં આવ્યો હતો અને દૂધનો સ્વતંત્ર વેપાર અને મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી હેઠાળ નોંધાણી ઠરાવ પસાર થયો

દૂધસાગર ડેરીના આરોપો પર GCMMFએ આપ્યો જવાબ, તો સરકારે Amulના વહીવટમાં હસ્તક્ષેપ નકાર્યો

તેજસ દવે/મહેસાણા :ગઈકાલે મહેસાણા ખાતે દૂધસાગર ડેરીનું વિશેષ સાધારણ સભા મળી હતી. જેમાં ડેરી દ્વારા ફેડરેશન સામે છેડો ફાડવામાં આવ્યો હતો અને દૂધનો સ્વતંત્ર વેપાર અને મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી હેઠાળ નોંધાણી ઠરાવ પસાર થયો
હતો. તો, આ સાથે જ જીસીએમએમએફના એમડી આર. એસ. સોઢીએ પત્રકારોને સમક્ષ ડેરીના આરોપોને ફગાવી દીધા હતા.

મહેસાણા દૂધ સંઘના આરોપોનો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, મહેસાણા દૂધ સંઘના 350 કરોડ બાકી નથી રહેતાં. કારણ કે, મહેસાણા સંઘે નિયમ વિરુદ્ધ બહારથી દૂધ લીધું હતું અને તેના કારણે અમૂલને 480 કરોડની ખોટ કરાવી હતી. મહેસાણા સંઘે રાજસ્થાન અને હરિયાણા જેવા દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપ્યા હતાં અને પોતાના ખેડૂતોને ઓછા રૂપિયા ચૂકવ્યા છે. મહેસાણા સંઘે પ્રાઈવેટ પાર્ટીને પણ પાઉડર વેચ્યો હતો. અમૂલને વિશ્વાસમાં લીધા વગર પાઉડર વેચતાં 35 કરોડનું નુકસાન થયું હતું. 

દૂધ સાગર ડેરી પર ફેડરેશન દ્વારા લગાવેલા આક્ષેપોને ડેરીના એમડી નિશ્ચિત બક્ષીએ પાયાવિહાણા ગણાવ્યા છે. બક્ષીએ જણાવ્યુ કે, તમામ આક્ષેપ પાયા વગરના છે, એની સાથે કોઈ ડેટા નથી. કેપિસીટી વધારવાનું કારણ ડેરીની સોડમ દિલ્હી સુધી ફેલાયેલી છે. 
કન્સ્ટ્રકશન દિવસે દિવસે મોંઘુ થવાના કારણે કન્સ્ટ્રક્શન કરી રાખ્યું છે. ડેરીમાં મશીનરી માત્ર 15 લાખ લીટર પ્રતિ દિવસની કેપિસિટીની છે. ફેડરેશનના નિયામક મંડળે 9 લાખ લીટર દૂધની ક્ષમતાની પરમિશન આપી છે. 9 લાખ લીટર જે બહારની ડેરીમાં પેકિંગ થાય છે, એ બંધ કરે તો તે પૈસા દૂધસાગર ડેરીને મળે. પહેલા 15 લાખ લીટર દૂધ ફેડરેશન દિલ્હીમાં દૂધસાગરનું દૂધ વેચતા હતા, હાલ માત્ર 9 લાખ લિટર વહેચાય છે. જેના કારણે ડેરીને 6 લાખ લીટર દૂધ વધે છે, જેનો પાવડર બનાવવો પડે છે. આજે જે મુંબઇ અને અમદાવાદમાં ફેડરેશન જે વાપરી રહ્યું છે, તે મહેસાણાના દૂધ ઉત્પાદકોએ કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે.

તો બીજી તરફ દૂધસાગર ડેરીના આ વિવાદ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે કહયું કે, અમૂલના વહીવટમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, ચૂંટણી આવતા રાજકીય મુદ્દો બનાવાયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news