બનાસકાંઠામાં પ્રેમલગ્નનો VIDEO વાયરલ થતા ગેનીબેન ઠાકોર આકરા પાણીએ! પોસ્ટ કરી જણાવી આ વાત
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક ફેસબુક પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. દિયોદરમાં પ્રેમ લગ્ન કરનારા દીકરીને માતા પિતા આજીજી કરતાનો વીડિયો મામલે ગેનીબેન ઠાકોરે પોસ્ટ કરી છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: રાજકીય નેતાઓ પ્રેમ પ્રકરણ કરી લગ્ન કરનાર માટે કાયદાની જોગવાઈની સરકાર પાસે માંગ કરી છે. જો કોઈ યુવક યુવતી માતા પિતા વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કરે તો તેઓને માતા પિતાની સંપત્તિમાંથી બે દખલ કરી દેવા જોઈએ તેવા કાયદાની માંગ રાજકીય નેતાઓ કરી રહ્યા છે જ્યારે આ કાયદાને લઈને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક પોસ્ટ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક ફેસબુક પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. દિયોદરમાં પ્રેમ લગ્ન કરનારા દીકરીને માતા પિતા આજીજી કરતાનો વીડિયો મામલે ગેનીબેન ઠાકોરે પોસ્ટ કરી છે. ગેનીબેન ઠાકોરે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, દીકરી અને મુરતિયાને જોઈને માતા રુદન કરે છતા બન્ને ક્રૂર બની લાચાર મા બાપ પર કોઈ દયા કે લાગણીની અસર ના થાય તે કેટલું વ્યાજબી ગણાય. આ ઘટના બાદ ગેની બેન આકરા પાણીએ સરકારને જણાવ્યું હતું કે, માતા પિતાની વેદના તમામ સમાજોની માગણી ગ્રાહે રાખી સરકાર લવ મેરેજનો કાયદો સુધારી માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત કરે તો ઘણા પરિવાર બરબાદ થતા અટકાવી વર્ગ વિગ્રહ રોકી શકાય. બાપ પગે લાગે દીકરી અને મુરતિયાને માતા રુદન કરે છતાં ક્રૂર દીકરીને કોઈ દયા કે લાગણીની અસર નથી.
બીજી બાજુ રાજકીય નેતા અને સંતોએ પ્રેમ પ્રકરણ કરી લગ્ન કરનાર માટે કાયદાની જોગવાઈની સરકાર પાસે માંગ કરી છે જો કોઈ યુવક યુવતી માતા પિતા વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કરે તો તેઓને માતા પિતાની સંપત્તિમાંથી બે દખલ કરી દેવા જોઈએ તેવા કાયદાની માંગ રાજકીય નેતા અને સંતો કરી રહ્યા છે જ્યારે આ કાયદાને લઈને સુરતના યુવક યુવતીઓ ક્યાંક અપનાવી રહ્યા છે તો ક્યાંક વિરોધ કરી રહ્યા છે.
સુરતના અમુક યુવાનોનું માનવું છે કે માતા પિતાની વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીઓને સંપત્તિમાંથી દખલ કરવા જોઈએ આવો કાયદો ખુબજ જરૂર જ છે જેથી પ્રેમ પ્રકરણ ના કિસ્સાઓમાં ઘટાડો નોંધાશે અને જે રીતના પ્રેમ પ્રકરણમાં યુવક યુવતીઓ આત્મહત્યા કરી લેતા હોય છે તેમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળશે. જ્યારે બીજી બાજુ આ કાયદાના વિરોધમાં પણ યુવાનો આવ્યા છે. યુવાનોનું માનું છે કે યુવક યુવતીઓને પોતાનો જીવનસાથી નક્કી કરવાનો અધિકાર છે માતા પિતાની સંપત્તિમાંથી આવા લોકોને બે દખલ નહીં કરવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે