GANDHINAGAR: ફેક્ટરી માલિક પર મજુર કાળ બનીને તુટી પડ્યો, કાચા પોચા લોકો ન જુએ આ VIDEO

દહેગામની એક પ્લાસ્ટિકની ફેક્ટરના માલિકની હત્યાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. એક 20 વર્ષીય પરપ્રાંતીય મજુર ફેક્ટરીના  માલિક પર પાઇપવડે તુટી પડ્યો હતો. હત્યાનો એક ખુબ જ ચોંકાવનારો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આરોપી મજુર પર કોઇ ભુત સવાર હોય તે પ્રકારે પાઇપના 37 ફટકા મારીને માલિકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જો કે પીડિત ગૌતમ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે હત્યા બાદ મજુર ત્યાંથી ભાગી છુટ્યો હતો. 
GANDHINAGAR: ફેક્ટરી માલિક પર મજુર કાળ બનીને તુટી પડ્યો, કાચા પોચા લોકો ન જુએ આ VIDEO

ગાંધીનગર : દહેગામની એક પ્લાસ્ટિકની ફેક્ટરના માલિકની હત્યાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. એક 20 વર્ષીય પરપ્રાંતીય મજુર ફેક્ટરીના  માલિક પર પાઇપવડે તુટી પડ્યો હતો. હત્યાનો એક ખુબ જ ચોંકાવનારો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આરોપી મજુર પર કોઇ ભુત સવાર હોય તે પ્રકારે પાઇપના 37 ફટકા મારીને માલિકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જો કે પીડિત ગૌતમ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે હત્યા બાદ મજુર ત્યાંથી ભાગી છુટ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મજુર પર જાણે જનુન સવાર હોય તેમ પહેલા 13 ફટકા મારીને માલિકને અધમુવો કરી દીધો હતો. જો કે એટલાથી સંતોષ નહી થતા થોડા સમય બાદ પરત ફર્યો હતો અને ફરી 24થી પણ વધારે ઘામારીને તેને માર માર્યો હતો. બનાવની જાણ થતા  પોલીસે સીસીટીવીના આધારે હત્યાના ગુનાની તપાસ હાથ ધરી છે. બંન્ને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. આ હત્યાનો સીસીટીવી વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પહેલા 13 ફટકા મારીને માલિકને પાડી દે છે. ત્યાર બાદ તમામ લાઇટો બંધ કરીને ફરી એકવાર ફટકા મારવાનું શરૂ કર્યું હતું. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં રહેતા 50 વર્ષીય ગૌતમ પટેલ દહેગામ જીઆઇડીસી ખાતે શ્રીહરિ પાઇપ ફેક્ટરીના માલિક છે. જો કે તેનું સંચાલન તેમના અન્ય બે ભાઇઓ કરે છે. રાત્રિ દરમિયાન ત્રણેય ભાઇમાંથી કોઇ પણ એક ભાઇ રાત્રે રોકાતા હતા. 15 દિવસ પહેલા 20 વર્ષીય અખિલેશ નામનો પરપ્રાંતીય યુવાન પત્ની અને નાની બાળકી સાથે કેક્ટરી પર આવ્યો અને નોકરી કરવા લાગ્યો હતો. આ યુવકને ફેક્ટરી ખાતે જ રહેવા માટે જગ્યા હતા. ગઇ કાલે ગૌતમ પટેલ રાત્રે ફેક્ટરીમાં રોકાયા હતા અને સુપરવિઝન કરી રહ્યા હતા. જો કે ત્યારે જ અચાનક આવેલા અખિલેશે તેના માથા પર પાઇપો ફટકારીને તેને ઘાયલ કરી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news