ગાંધીનગર મનપા ચૂંટણીમાં આવ્યો ગરમાવો, સેક્ટર-6ના બૂથ પર થઈ તોડફોડ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. એક તરફ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર સુધી 26 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જેમાં યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગાંધીનગરના શહેરી વિસ્તરામાં હળવુ અને ગ્રામ્યમાં વધુ મતદાન જોવા મળ્યું છે. આ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાન થયુ હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. એક તરફ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર સુધી 26 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જેમાં યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગાંધીનગરના શહેરી વિસ્તરામાં હળવુ અને ગ્રામ્યમાં વધુ મતદાન જોવા મળ્યું છે. આ વચ્ચે એક મતદાન બૂથ પર તોડફોડની ઘટના બની છે. જોકે, આ તોડફોડ છે કે તિકડમ તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાન થયુ હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
ગાંધીનગર સેક્ટર 6 ના મતદાન બૂથની બહાર તોડફોડની ઘટના બની છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બૂથ નાંખીને બેસ્યા હતા, ત્યાં તોડફોડની ઘટના બની હોવાનુ સામે આવ્યું છે. ત્યારે આપના કાર્યકર્તાઓ દ્વારા એક રાજકીય પક્ષ પર આક્ષેપ કરાયો કે, પક્ષના ઈશારે તેમના પર તોડફોડ કરવામાં આવી છે. કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ કર્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
બોગસ વોટિંગની ફરિયાદ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધી ધીમુ મતદાન યોજાયુ હતું. જેથી હવે મતદાનમાં જોર લગાવવા રાજકીય પક્ષો સક્રિય થયા છે. આ વચ્ચે વોર્ડ નંબર 11 માં ભાટ ગામ પાસે બોગસ વોટિંગનો આરોપ ઉઠ્યા હતા. હોબાળો બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. જેથી પોલીસ વડા મયુર ચાવડા પણ ભાટ ગામના મતદાન બૂથ પર પહોંચ્યા હતા.
અત્યાર સુધી ગાંધીનગરમાં શાંતિપૂર્વક ચાલી રહેલા મતદાનમાં ભંગ પડ્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આમ આદમી પાર્ટીના બૂથ પર તોડફોડ કરવામાં આવી છે. મતદાર યાદીને પણ ફાડી નાંખવામાં આવી છે. અજાણી કારમાં આવેલા તત્વોએ તોડફોડ કરી નુકસાની સર્જી હતી.
તો બીજી તરફ, બોગસ મતદાનની પણ ફરિયાદ ઉઠી છે. આ ઘટનાથી જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે