Corona એ મહાશક્તિને મોટો ઝટકો આપ્યો, અમેરિકામાં કોરોનાથી 7 લાખથી વધુ લોકોના મૃત્યુ

અમેરિકા (America) માં 550 દિવસ પછી પણ કોરોનાના દૈનિક એક લાખથી વધારે કેસ આવી રહ્યા છે અને 1000થી વધારે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના કારણે 7 લાખથી વધારે લોકોના મૃત્યુ થયા છે.

Corona એ મહાશક્તિને મોટો ઝટકો આપ્યો, અમેરિકામાં કોરોનાથી 7 લાખથી વધુ લોકોના મૃત્યુ

વોશિંગ્ટન ડીસી: અમેરિકા (America) માં 550 દિવસ પછી પણ કોરોનાના દૈનિક એક લાખથી વધારે કેસ આવી રહ્યા છે અને 1000થી વધારે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના કારણે 7 લાખથી વધારે લોકોના મૃત્યુ થયા છે. જોકે ડેલ્ટા વેરિયન્ટની અસર જ્યારથી ઓછી થઈ છે ત્યારથી હોસ્પિટલોએ રાહતનો શ્વાસ લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે અમેરિકા (America) માં મોતનો આંકડો 6 લાખથી સાત લાખ સુધી પહોંચવામાં માત્ર સાડા ત્રણ મહિના જ થયા. મૃત્યુ પામનારાની સંખ્યા બોસ્ટનની વસ્તી કરતાં વધારે છે. 
અમેરિકા (America) માં વેક્સીન (Corona Vaccine) ન લીધી હોય તેવી વસ્તીમાં ડેલ્ટા વેરિયન્ટ ફેલાવાના કારણે મોતના આંકડામાં ઝડપથી વધારો થયો. અમેરિકામાં કોરોનાથી મોત ઘણું નિરાશાજનક છે. ખાસ કરીને પબ્લિક હેલ્થ લીડર્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ માટે. કેમ કે અમેરિકામાં છેલ્લાં 6 મહિના કરતાં વધારે સમયથી વેક્સીન ઉપલબ્ધ છે.

7 કરોડ લોકોએ નથી લીધી વેક્સીન:  
આ વાતના પૂરતા પુરાવા છે કે વેક્સીન (Corona Vaccine) લોકોની હોસ્પિટલમાં દાખલ થવામાં મોત સામે રક્ષણ આપે છે. તેમ છતાં અમેરિકામાં 7 કરોડ લોકો એવા છે જે વેક્સીનેશન માટે યોગ્ય છે. તેમ છતાં તેમણે વેક્સીન (Corona Vaccine) લીધી નથી. જેના કારણે ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાયો. વેક્સીન ન લગાવનારા લોકો વેક્સીન (Corona Vaccine) પર શંકા કરી રહ્યા છે. જોકે હવે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

અમેરિકા - પહેલો કોરોનાનો કેસ - 13 માર્ચ 2020
2 ઓક્ટોબર 2021 4,44,43,405 કોરોનાના કેસ
7,16,984 કોરોનાથી મૃત્યુ

550 દિવસ 7,92,000 મિનિટ
4,75,20,000 સેકંડ

550 દિવસ પ્રતિ દિન 80806 કેસ
પ્રતિ કલાકે 3367 કેસ
પ્રતિ મિનિટે 56 કેસ
પ્રતિ સેકંડે 1 કેસ

પ્રતિ દિન 1303 મૃત્યુ
પ્રતિ કલાકે 54 મૃત્યુ
પ્રતિ મિનિટે 1 મૃત્યુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news