નેશનલ લો યુનિ.માં એકસાથે 33 કોરોના કેસ આવતા તંત્ર દોડ્યું, 1000 વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરાશે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. યુનિવર્સિટીમાં 33 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું. આજે આરોગ્યની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો યુનિવર્સિટીમાં ભણતા 1000 વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે.
ગાંધીનગર મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય અધિકારીઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દોડી આવ્યા છે. નેશનલ લો યુનિવર્સિટી ના વહીવટી તંત્ર સાથે પરામર્શ અને કોરોનાની ગાઈડલાઈન અંતર્ગત કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીનગર પાલિકાના હેલ્થ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હતી. જેથી ગઈકાલે લૉ યુનિવર્સીટીમાં 200 થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા. કુલ ટેસ્ટ પૈકી 33 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ વિદ્યાર્થીઓને અલગ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરી સારવાર અપાઈ રહી છે. હવે યુનિવર્સિટીમાં એક હજાર વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરાશે. પોઝિટિવ આવેલ રિપોર્ટને જિનોમ સિક્વન્સ તપાસ માટે મોકલાયા છે. ]
આ પણ વાંચો : ગુજરાતમાં ચોથી લહેર આવી? નવા XE કોરોના વેરિયન્ટની થઈ એન્ટ્રી, પહેલો દર્દી વડોદરાનો નીકળ્યો
ઉલ્લેખનીય છે કે, જરાત નેશનલ લો યુનિવર્સિટીમાં હાલ આશરે 700 થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી 35 કોરોના સંક્રમિત થઇ ચુક્યાં છે. આ આંકડો હજી પણ વધી શકે છે. વિદ્યાર્થીઓને છેલ્લા 4 દિવસથી શરદી ખાંસી અને તાવ આવી રહ્યો હતો. જે પૈકી એક વિદ્યાર્થીની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી દ્વારા તત્કાલ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવાતા આંકડો આવ્યો તે જોઇને આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે