ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટે ધ-૦, ચ-૦ અને જ-૦ સિવાયના તમામ મુખ્ય માર્ગો પર પ્રતિબંધ

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ કોવિડ- 19 ના ધણા કેસો નોંધાયેલ છે. 

ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટે ધ-૦, ચ-૦ અને જ-૦ સિવાયના તમામ મુખ્ય માર્ગો પર પ્રતિબંધ

ગાંધીનગર: કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે અમદાવાદથી ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગો ધ-૦, ચ-૦ અને જ-૦ સિવાયના તમામ અમદાવાદથી ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગો જાહેર જનતાના તમામ પ્રકારના વાહનો માટે અવર-જવર તથા પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો અમલ તા.01 મે થી તા. 10મી મે, 2020 સુધી રહેશે.
  
ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ કોવિડ- 19 ના ધણા કેસો નોંધાયેલ છે. જેથી સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા. 03મે, 2020 સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ- 19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલમાં ગુજરાત તેમજ ગાંધીનગરમાં કોરોના વાયરસ કોવિડ- 19 ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારું ગાંધીનગર શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગો પર જાહેર જનતાના તમામ વાહનોના અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવો અત્યંત જરૂર જણાય છે.

જેથી તા. 1 મે, 2020 ના 00.01 કલાક થી તા. 10મી મે, 2020 ના 24.00 (બંને દિવસો સહિત ) સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાં  એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો અને બંદોબસ્ત ફરજ પરના વાહનો અપવાદ છે.

Breaking: રાજ્યમાં કોરોના વાયરસના નવા 313 કેસ, 17 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 4395 પર પહોંચી 
 
વધુમાં તેમણે જણાવ્યું છે કે, જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર કોઇપણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-131, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 થી 58 મુજબ લાગુ પડતી શિક્ષા તથા ભારતીય દંડ સંહિતા – 1860 ના પ્રકરણ- 10 ની કલમ – 188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. ગાંધીનગર જિલ્લાના સમગ્ર મહેસૂલી હદ વિસ્તારમાં ફરજ બજાવતા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કલમ- 188 મુજબ ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news