Asarwa Gujarat Chutani Result 2022: અસારવામાં ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત, કોંગ્રેસ અને AAP ઘરભેગા
Asarwa Gujarat Chutani Result 2022: અમદાવાદની ભાજપને દાયકાઓથી વફાદા રહેલી બેઠકમાંથી એક છે અસારવા. અસારવા બેઠક પર અત્યાર સુધીમાં 13 વાર વિધાનસભાની ચૂંટણી લડાઈ છે. જેમાં છ વાર કોંગ્રેસ તો સાત વાર ભાજપ જીત્યું છે.
Trending Photos
Asarwa Gujarat Election Result 2022: મતગણતરી શરૂ થતાની સાથે ભાજપ તરફી ટ્રેન્ડ આવવાનું શરૂ થઈ ગયું હતું. લોકોએ ખોબલે ખોબલા ભરીને ભાજપને મત આપ્યાં છે. ત્યારે અમદાવાદની અસારવા સીટ પર પણ ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલા અહીં જીત હાંસલ કરી છે. ગુજરાતની રાજનીતિ અને આર્થિક વ્યવસ્થાનું કેન્દ્ર એટલે અમદાવાદ. અમદાવાદની વિધાનસભા બેઠકોના પરિણામો પર સૌની નજર હોય છે. પરિવર્તન થાય છે કે પુનરાવર્તન તેના પર રાજનીતિજ્ઞો અનેક તર્ક આપી રહ્યા છે. એમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ ત્રિપાંખિયો જંગ કેવા પરિણામો લાવશે તે જાણવાની ઈંતેઝારી સૌ કોઈને છે.
અસારવા વિધાનસભા બેઠક-
અમદાવાદની ભાજપને દાયકાઓથી વફાદા રહેલી બેઠકમાંથી એક છે અસારવા. અસારવા બેઠક પર અત્યાર સુધીમાં 13 વાર વિધાનસભાની ચૂંટણી લડાઈ છે. જેમાં છ વાર કોંગ્રેસ તો સાત વાર ભાજપ જીત્યું છે.
2022ની ચૂંટણી-
વર્ષ 2022ની ચૂંટણીમાં અસારવા બેઠક પર ભાજપે નો રીપિટ થિયરી અપનાવી છે. મંત્રી પ્રદીપ પરમારના સ્થાને આ વખતે ભાજપે દર્શના વાઘેલા નામના મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર બદલીને વિપુલ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીમાંથી જે. જે. મેવાડા મેદાનમાં છે.
2017ની ચૂંટણી-
વર્ષ 2017ની ચૂંટણીમાં અહીં ભાજપના પ્રદીપ પરમાર અને કોંગ્રેસના કનુભાઈ વાઘેલા વચ્ચે જંગ થયો હતો. જેમાં પ્રદીપ પરમાર 49 હજાર 294 મતથી જીત્યા હતા. પ્રદીપ પરમાર અહીંથી જીતીને મંત્રી પણ બન્યા હતા.
2012ની ચૂંટણી-
હવે એક દાયકો પાછળ જઈએ અને વર્ષ 2012ની ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2012માં ભાજપના રજનીકાંત પટેલ અહીંથી 35 હજાર કરતા વધુ મતથી જીત્યા હતા. જેમણે કોંગ્રેસના મંગલ સુરજકરને હરાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે