ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે, પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો

આમતો કોઇપણ ધર્મ કે સમ્પ્રદાય કે, મંદિરમાં ભગવાનની ભક્તિ અને ધર્મની વાતો હોય છે પરંતુ ગઢડા ગેપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમ બે પક્ષ વચ્ચે ને રાજકારણ ને લઈને સ્વામિનારાયણ ભગવાન ના ભક્તો ની આસ્થા તૂટી રહી છે, આ બન્ને પક્ષોને લઈને ગઢડા ગોપીનાથજી મંદિર વારંવાર વિવાદમાં આવી રહ્યું છે, ત્યારે આજે ફરી નવો વિવાદ સામે આવ્યો હતો.
 

ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે, પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો

રધુવીર મકવાણા/બોટાદા: આમતો કોઇપણ ધર્મ કે સમ્પ્રદાય કે, મંદિરમાં ભગવાનની ભક્તિ અને ધર્મની વાતો હોય છે પરંતુ ગઢડા ગેપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમ બે પક્ષ વચ્ચે ને રાજકારણ ને લઈને સ્વામિનારાયણ ભગવાન ના ભક્તો ની આસ્થા તૂટી રહી છે, આ બન્ને પક્ષોને લઈને ગઢડા ગોપીનાથજી મંદિર વારંવાર વિવાદમાં આવી રહ્યું છે, ત્યારે આજે ફરી નવો વિવાદ સામે આવ્યો હતો.

ગઢડા ગોપીનાથજી મંદિર માં બે પક્ષના સાધુઓના મનભેદ ને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો, અને છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી આ મંદિર ના ટેમ્પલ બોર્ડમાં ચુંટણી પણ થી ના હતી. આ વર્ષે કોર્ટના આદેશ મુજબ અહિયાં ચુંટણી યોજાઈ હતી જેમાં વર્ષોથી સાશન કરતા આચાર્ય પક્ષનો પરાજય થયો અને સાશક તરીકે દેવ પક્ષના સાધુઓ આવ્યા, જો કે ત્યારબાદ આ મંદિર સતત ને સતત બે પક્ષના સાધુઓના મનભેદને લઈને વાંરવાર વિવાદમાં આવી રહ્યું છે.

અમદાવાદની ફેમસ સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલ ફૂડમાંથી નીકળ્યો વંદો

હજુ થોડા સમય પહેલા સાશક પક્ષન દ્વારા વર્ષોથી અહિયાં રહેતી ગાયોને પાંજરાપોળમાં મૂકી આવ્યાનો વિવાદ અને 100 વર્ષ જુના પીપળાના વૃક્ષને કાપી નાખવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાજ ફરી આજે આહિયા રહેતી સાંખ્યયોગીની બહેનોની પૂજાની ઓરડીને લઈને વિવાદ થયો હતો.

વડોદરા : સ્પેનના નકલી પાસપોર્ટ બનાવી આપવાના ગોરખધંધાનો પર્દાફાશ, 8 પકડાયા

અહિયાં રહેતી આચાર્યપક્ષની સાંખ્યયોગીની બહેનો છેલ્લા ઘણા વર્ષોથી એક ઓરડીનો પૂજાની ઓરડી તરીકે ઉપયોગ કરતા હતા. આ ઓરડીમાં ભાગવાની સેવા પૂજા કરવામાં આવતી હોય છે. આ ઓરડીને હાલના વહીવટદાર દેવ પક્ષ દ્વારા અચાનક ઓરડી ખાલી કરાવી તાળા લગાવી દેતા હોબાલોઈ મચી ગયો હતો. આ ઓરડીની સેવા પૂજા કરતી સાંખ્યયોગીની બહેનો ચેરમેનની ચેમ્બર જઈને બેસી ગયા હતા. જો કે સમગ્ર મામલાની જાણ થતા જ પોલીસ કાફલો મંદિરે પહોચી ગયો હતો અને મામલા ને શાંત પડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, આખરે આ ઓરડીના તાળા ખોલી ફરી આ બહેનોને આ ઓરડી આપી દેવાતા મામલો શાંત પડ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news