છી..છી..છી...મધ્યાહન ભોજનમાંથી ફરી નીકળી જીવાત, સરકારી તંત્રના અધિકારીઓ થયા દોડતા

વલસાડના અબ્રામા ખાતે આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા 15 દિવસમાં બે વખત કીડા નીકળવાની ઘટના સામે આવતા સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

છી..છી..છી...મધ્યાહન ભોજનમાંથી ફરી નીકળી જીવાત, સરકારી તંત્રના અધિકારીઓ થયા દોડતા

ઝી બ્યુરો/વલસાડ: શહેરના અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કીડા નીકળતા સમગ્ર અહેવાલ ઝી 24 કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા મામલતદાર સહિતના અધિકારીઓ શાળા તપાસ માટે પહોંચ્યા છે.

વલસાડના અબ્રામા ખાતે આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા 15 દિવસમાં બે વખત કીડા નીકળવાની ઘટના સામે આવતા સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આરોગ્ય સાથે થયેલા ચેડાં અટકાવવા માટે ઝી 24 કલાક દ્વારા મુહિમ ચલાવવામાં આવી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 10, 2023

જે બાદ ઝી 24 કલાક નો અહેવાલ પ્રસારિત થયા બાદ મામલતદાર સહિતના અધિકારીઓ અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળાએ પહોંચી તપાસ હાથ ધરી હતી. મામલતદાર દ્વારા મધ્યાન ભોજન બનાવવાની જગ્યાએ તપાસ કરાવી હતી તો સાથે શાળાના બાળકો અને આચાર્ય સાથે વાત કરી તમામ ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. 

સાથે મામલતદાર એ જણાવ્યું કે બાળકો આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ચલાવવામાં નહીં આવશે સાથે મધ્યાન ભોજન બનાવતી એજન્સી પર પણ આ અંગે પગલાં લેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news