રાજ્યની તમામ 16 RTO ચેકપોસ્ટ નાબુદ, સરકારનો આવકાર્ય નિર્ણય લાગુ
Trending Photos
અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતની તમામ RTO વિભાગ સંબંધિત ત્રણ મહત્વનાં નિર્ણય લેવાયા હતા. જે પૈકી 20 નવેમ્બરથી રાજ્યની તમામ 16 આરટીઓ ચેકપોસ્ટ નાબુદ થશે અને વાહન માલિકો-ટ્રાન્સપોર્ટરે ટેક્સ ફીનું ચુકવણું ઓનલાઇન કરવી પડશે. જેના પગલે આજ મધરાતથી જ ગુજરાતની તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબુદ થઇ જશે. ચેક પોસ્ટ પર રહેલા તમામ સ્ટાફને ફ્લાઇગ સ્કવોર્ડ બનાવીને ઉપયોગમાં લેવામાં આવશે.
આજથી આ ચેક પોસ્ટો બંધ
અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખિયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ચેકપોસ્ટ આજથી બંધ થઇ જશે.
કામચલાઉ ધોરણે મેન્યુઅલી કામ થઇ શકશે
ઉદ્યોગકારો અને વેપારીઓ તથા ટ્રકમાલિકો તેમજ ટ્રાન્સપોર્ટરોને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે હાલ પૂરતું મેન્યુઅલી પણ કર ચુકવણીની કામગીરી થઇ શકશે. એક તબક્કા બાદ આ કામગીરી ફરજિયાત ઓનલાઇન થઇ જશે. વર્ષ ૨૦૧૮-૧૯માં આરટીઓ ટેક્સ અને ફીની આવકરૂ. ૩૩૨ કરોડ રહી હતી. જો કે સામે ભ્રષ્ટાચાર પણ ખુબ જ થયો હોવાનાં દાવા થયા હતા. સરકારે પણ ભ્રષ્ટાચાર ખુબ જ થતો હોવાનો સ્વિકાર કર્યો હતો.
આ પ્રકારે થશે કામગીરી
ઓવરડાઇમેન્શન કાર્ગો માટે વાહન અને માલની મુક્તિ- એક્ઝેમ્પ્શનની જોગવાઇ કરવામાં આવી છે. આ છુટ અનુસાર માલિક, વાહન અને માલની ફી ચૂકવી ઓનલાઇન મુક્તિ મેળવી શકશે. પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવરડાઇમેન્શન પૂરતી જ સીમિત રહેશે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર નહી મળે. રાજ્યમાં ઓવરલોડ પ્રતિબંધિત છે તે યથાવત્ત જ રહેશે.
ખોટી માહિતી આપનારને ડબલ દંડ
જો ઓનલાઇન માહિતી કરતા ટ્રકમાં મળેલા માલની વિગતો ખોટી અથવા અસંબંધ હશે તો તત્કાલ બમણો દંડ ફટકારવામાં આવશે. આ ચેકિંગ અને અન્ય કામગીરી આરટીઓની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ચેકિંગ દરમિયાન કરવામાં આવશે. ફ્લાઇંગ સ્કવોર્ડનો સ્ટાફ ચેકપોસ્ટ પરથી છુટો કરાયેલો સ્ટાફ જ રહેશે.
ફ્લાઇંગ સ્કવોર્ડના તમામ કર્મચારીઓ પર ઓનલાઇન નજર રહેશે.
ફ્લાઇંગ સ્કવોર્ડના તમામ કર્મચારીઓ પર ઓનલાઇન નજર રાખવામાં આવશે. ફ્લાઇંગ સ્કવોર્ડની ગાડીથી માંડીને તમામ કર્મચારીઓનાં ખભા પર વિશેષ કેમેરાની વ્યવસ્થા કરવામાં આવશે. જેનું મોનિટરિંગ સતત થતું રહેશે. તમામ વ્યવહાર કેમેરાની હાજરીમાં જ કરવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે