નિશુલ્ક રસીકરણની આજથી શરૂઆત, કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક નિર્ણય: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસીય ગુજરાતના પ્રવાસે (Gujarat Tour) છે. ત્યારે આજે સવારે તેઓએ બોડકદેવ (Bodakdev) અને રૂપાલ વેક્સીનેશન સેન્ટરની (Rupal Vaccination Center) મુલાકાત લીધી હતી

નિશુલ્ક રસીકરણની આજથી શરૂઆત, કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક નિર્ણય: અમિત શાહ

હિતલ પારેખ/ ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસીય ગુજરાતના પ્રવાસે (Gujarat Tour) છે. ત્યારે આજે સવારે તેઓએ બોડકદેવ (Bodakdev) અને રૂપાલ વેક્સીનેશન સેન્ટરની (Rupal Vaccination Center) મુલાકાત લીધી હતી. ત્યારબાદ ત્યાંથી અમિત શાહ ગાંધીનગર સરકીટ હાઉસ (Gandhinagar Circuit House) પહોંચ્યા હતા. જ્યાં સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani), ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (DyCM Nitin Patel) અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક (Meeting) યોજાઈ હતી.

કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ (Ahmedabad) આવી પહોંચ્યા હતા. આજે સવારે તે બોડકદેવ (Bodakdev) વેક્સીનેશન કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રૂપાલ ખાતે વેક્સીન સેન્ટરની (Rupal Vaccination Center) મુલાકાતે પહોંચ્યા હતા. રસીકરણ સેન્ટર પર જવાનો હેતું લોકોને ગુજરાત સરકાર (Gujarat Government) ના મોટા રસીકરણ અભિયાનનો (Vaccination Campaign) ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

રૂપાલ વેક્સીનેશન સેન્ટર (Rupal Vaccination Center) ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા અને રૂપાલ ખાતે આવેલા વરદાયિની માતા મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (DyCM Nitin Patel) અને ગૃહ મંત્રી અમિત શાહ એક ગાડીમાં ગાંધીનગર સરકીટ હાઉસ આવી પહોંચ્યા હતા. જ્યારે સીએમ વીજય રૂપાણી (CM Vijay Rupani) અલગ ગાડીમાં સરકીટ હાઉસ પહોંચ્યા હતા. જો કે, સરકીટ હાઉસના બીજા માળે સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃહ મંત્રી (Home Minister) અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક (Meeting) યોજાઈ હતી.

ત્યારબાદ ગૃહ મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, મારા લોકસભા ક્ષેત્રની આજે 7 માંથી 4 વિધાનસભા વિસ્તારમાં જવાનું થયું હતું. આજે દેશના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને નિશુલ્ક રસી આપવાનો નિર્ણય લીધો. હું માનું છું કે કોરોના સામેની આ લડાઈમાં આ નિર્ણય બહુ જ મહત્વ પૂર્ણ અને ઐતિહાસિક છે. તેના અમલિકરણની આજથી શરૂઆત થઈ યોગ દિનના શુભ દિવસે તેની શરૂઆત થઈ છે.

કલોલ, ગાંધીનગર અને ઘાટલોડિયા ત્રણ વિધાનસભા ક્ષત્રમાં રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી અને ખુબ જ સુચારુ રૂપે ગુજરાત સરકારે રસીકરણ ચાલુ કરવાની શરૂઆત કરી છે. રાજ્યભરમાં લગભગ 5 હજાર કેન્દ્રો પર આજથી રસીકરણ ચાલુ થયું છે અને ગઈ કાલ સુધીમાં લગભગ 2 કરોડ 20 લાખ લોકોને રસી આપવાનું કામ સમાપ્ત થઈ ગયું છે. હવે આ વેક્સીનેશનમાં વધુ વેગ આવશે.

આજે જ મારા મત્ર ક્ષેત્રની અંદર ગાંધીનગર-સરખેજ હાઈવે જે લગભગ 44 કિમી લંબાઈનો હાઈવે છે. એની પણ જે પ્રકારની ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી. તેના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેએ ભેગા થઈને 864 કરોડના ખર્ચે 6 લેન હાઈવે બનાવવાનું કામ હાથમાં લીધું છે. તેની પર કુલ 6 ઓવર બ્રીજ આવશે તેમાંથી 4 બ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આજે 2 બ્રીજનું લોકાર્પણ કર્યું છે.

કલોલની અંદર પાનસરમાં એક રેલવે ઓવર બ્રીજ 38 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે જેનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. કલોકની અંદર APMC નું વહીવટી મકાન ખુબજ જર્જરીત હાલતમાં હતું. ત્યાં આગળ વહીવટી મકાન અને ખેડૂતોની ભોજન વ્યવસ્થાના સ્થળને નવા બનાવવામાં આવ્યા છે અને તેમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, તો મારા મત વિસ્તારના 4 મહત્વપૂર્ણ વિકાસના કામો, ત્રણ ઓવર બ્રીજ જેની કિંમત લગભગ 85 કરોડ રૂપિયા થાય છે અને APMCની અંદર તેના વહીવટી મકાનનું ઉદ્ધાટન અને ખેડૂતોના ભોજન સાધનની વ્યવસ્થા આ બંનેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

સૌથી મહત્વની વાત આખા ગુજરાતમાં નવા 2500 વેક્સિનેશન કેન્દ્રો ખુલ્યા છે. વોક ઈન રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. કુલ 5 હજાર સેન્ટર ગુજરાતના સૌ નાગરીકો રસીના સુરક્ષા કવચથી સુરક્ષિત બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news