માત્ર 21 વર્ષની ઉંમરમાં સુરતનો એક યુવાન ખાસ મિશન પર ઉતર્યો, 10,000 લોકોને આપશે એવી તાલીમ કે...'

દિવ્યાંગ જૈનએ જણાવ્યું હતું કે, હું એક મિશન પર છું. જેમાં હું 10000 જેટલા યુવાનોને ટ્રેઈન્ડ કરવા માંગુ છું. જેના કારણે તેઓ પોતાની ડ્રિમ જોબ મેળવી શકે. જેમાં અમે શિખાવીશું કે કઈ રીતે રિઝયુમનો ઉપયોગ કરીને લિંકડ ઈન સહિતના અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાનું જીવન બદલી શકે છે.

 માત્ર 21 વર્ષની ઉંમરમાં સુરતનો એક યુવાન ખાસ મિશન પર ઉતર્યો, 10,000 લોકોને આપશે એવી તાલીમ કે...'

ઝી બ્યુરો/સુરત: માત્ર 21 વર્ષની ઉંમરમાં સુરતનો એક યુવાન ખાસ મિશન પર ઉતર્યો છે. આ મિશન હેઠળ તે 10,000 જેટલા યુવાનોને એવી તાલીમ આપશે, જેના કારણે તેઓ પોતાનો ડ્રીમ જોબ મેળવી શકશે. અત્યાર સુધીમાં દિવ્યાંગ જૈને આશરે 830થી વધુ યુવાનોને ટ્રેનિંગ પણ આપી દીધી છે અને તેમની ટ્રેનિંગ મેળવી એમોઝોન, નેટફ્લિક્સ અને ગુગલ જેવી કંપનીમાં તેમને લાખો રૂપિયાના પેકેજની નોકરી પણ મેળવી ચુક્યા છે. 

જે ઉંમરમાં યુવાનો ભણતા અથવા તો સોશિયલ મીડિયામાં રીલ બનાવતા નજરે જોવા મળે છે. આટલી નાની ઉંમરમાં સુરતના એક યુવાને 10000 જેટલા યુવાનોને ટ્રેનિંગ આપી તેમને ડ્રીમ જોબ મેળવવા માટે મદદરૂપ થવાનું મિશન શરૂ કર્યું છે. નિરમા યુનિવર્સિટીથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરનાર સુરતના 21 વર્ષના દિવ્યાંગ જૈન હાલ પોતાની ઉંમરના યુવાનોને એક ખાસ ટ્રેનિંગ આપી રહ્યા છે. જેથી તેઓ કેવી રીતે પોતાની ડ્રીમ જોબ મેળવી શકે તેમાં એ ટ્રેનિંગ મદદરૂપ થઈ શકે. 

કોરોનાકાળમાં કેટલાક યુવાનોએ પોતાની નોકરી ગુમાવી હતી. આવી પરિસ્થિતિમાં કેટલાક લોઅર અને મિડલ ક્લાસના યુવાનો કઈ રીતે સારી નોકરીની તક મેળવી શકે તેનાથી અજાણ હોય છે. આવી પરિસ્થિતિમાં કઈ રીતે ડ્રીમ જોબ મેળવી શકાય અને સીવીના માધ્યમથી સારી કંપનીને એપ્રોચ કરી શકે એ માટે તમામ બાબતોની ટ્રેનિંગ તે આપે છે.

દિવ્યાંગ જૈનએ જણાવ્યું હતું કે, હું એક મિશન પર છું. જેમાં હું 10000 જેટલા યુવાનોને ટ્રેઈન્ડ કરવા માંગુ છું. જેના કારણે તેઓ પોતાની ડ્રિમ જોબ મેળવી શકે. જેમાં અમે શિખાવીશું કે કઈ રીતે રિઝયુમનો ઉપયોગ કરીને લિંકડ ઈન સહિતના અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાનું જીવન બદલી શકે છે. કઈ રીતે સારી જોબ માટે અપ્લાય કરી શકાય અને કઈ રીતે ઈન્ટરવ્યૂ માટેની તૈયારીઓ કરી પોતાના જીવનની ડ્રીમ જોબ મેળવી શકાય એ માટે કેટલીક ઓર્ગેનાઇઝેશન સાથે મળીને હું યુવાનોને ટ્રેઈન્ડ કરી રહ્યો છું. આ માટે કોલેજો સાથે પણ સંપર્કમાં છું અને કેટલાક જરૂરીમંદ યુવાનોને વન ટુ વન કરીને પણ હું ટ્રેનિંગ આપું છું.

સાથે તેને જણાવ્યું હતું કે, ભારતભરમાંથી અત્યાર સુધીમાં 830 જેટલા યુવાનોને ટ્રેનિંગ આપી ચૂક્યો છું. મારી ઉંમર માત્ર 21 વર્ષ છે અને આ મિશન શરૂ કરવા પાછળનું કારણ એ છે કે કોરોના વખતે યુવાનોને નોકરી મળી રહી નહોતી. તમામનું જીવન કોરોનાના કારણે અસરગ્રસ્ત થયું હતું અને મારી અંદર ક્ષમતા છે કે જેના કારણે હું યુવાનોને સારી રાહ બતાવી શકું અને લોકોને હું મદદ કરી શકું અને આજ કારણ છે કે હું આ મિશન પર નીકળ્યો અને લોકોની મદદ કરી રહ્યો છું. 

ખાસ કરીને લોઅર અને મિડલ ક્લાસના લોકો પાસે નોલેજ હોય છે પરંતુ તકો મળતી નથી. આવા લોકો માટે પણ ખાસ અમે ટ્રેનિંગ આપીએ છીએ .જે લોકોને અમે ટ્રેન કર્યા છે તેઓ ગુગલ અને એમોઝોન, નેટફ્લિક્સ કંપનીમાં લાખો રૂપિયાના પેકેજની પણ નોકરી મેળવી શક્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news