અમદાવાદ: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને છેતરપીંડી, સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ

પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. દિલ્હીના બે યુવક અને યુવતીઓની પણ આ છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામની ધરપકડ કરીને આ કોલસેન્ટર કાંડનો પર્દાફાશ કર્યો છે. 
 

અમદાવાદ: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને છેતરપીંડી, સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ

મૌલિક ધામેચા/અમદાવાદ: પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. દિલ્હીના બે યુવક અને યુવતીઓની પણ આ છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામની ધરપકડ કરીને આ કોલસેન્ટર કાંડનો પર્દાફાશ કર્યો છે. 

આરોપીઓ બ્રીજ કેપિટલ નામનું બનાવટી ફિસિંગ વેબ પેજ બનાવી તમામ ડેટા મેળવતા હતા. અને આ ડેટા મેળવ્યા બાદ કોલ સેન્ટર મારફતે જરૂરિયાત મંદને લોન આપવાનું કહી છેતરપીંડી કરતા હોવાનું પોલીસ પૂછ પરછમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ 50 હજાર થી 1 લાખ સુધી અલગ અલગ ટેક્સ અનેં ચાર્જીસ ભરવાનું કહીને છેતરપીંડી આચરતા હતાં.

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતના આ શહેરમાં નોંધાયા સૌથી વધુ થર્ડ જેન્ડર મતદારો

સાયબર ક્રાઇમનીં તપાસમાં બહાર આવ્યું છે કે, આ કોલ સેન્ટરનો મુખ્ય આરોપી અનિલ જોશી હોવાનું સામે આવ્યું છે જે હાલ ફરાર છે.આરોપીઓ ભોગ બનાવવા લોકોને બનાવટી લેટર પણ મોકલી આપતા હતા. હાલ તો આ ઝડપયેલા શખ્સો પાસેથી 22 જેટલા મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news