ચોટીલા હાઈવે પરથી ઝડપાયો ચાર કિલો ગાંજો, ક્યાં પહોંચાડવાનો હતો જથ્થો, તપાસનો દૌર શરૂ
મોરબી જીલ્લાના વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ મેસરીયા ચેક પોસ્ટ પાસે એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે રિક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી જે રિક્ષામાંથી ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા.
Trending Photos
હિંમાશું ભટ્ટ, મોરબી: મોરબી જીલ્લાના વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ મેસરીયા ચેક પોસ્ટ પાસે એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે રિક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી જે રિક્ષામાંથી ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા. જેથી પોલીસે ગાંજો, રીક્ષા અને બે મોબાઈલ મળીને ૧,૧૮,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો સુરતથી ગાંજનો જથ્થો લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપીની સામે નાર્કોટિક્સ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે મોરબીથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવતાં મેસરીયા ગામ પાસે મેસરિયા ચેકપોસ્ટ નજીક મોરબી જિલ્લા એસઓજી તેમજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૪૧૭ ને રોકીને પોલીસે ચેક કરી હતી. આ રીક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ રીક્ષામાં બેઠેલ જાદવ ઉર્ફે ભીમાભાઇ રામભાઈ મુંધવા (૨૦) રહે. અમરનાથ સોસાયટી મિતુલભાઈ પટેલના દવાખાનાની સામે, રાજુભાઈ રતનભાઈ શર્મા જાતે પંડિત (૩૬ રહે. લાલપર ગામે જીતુભાઈ પટેલના મકાનમાં મૂળ રહે. નાગદા જકશન જૂની કોટા ફાટક રામ મંદિર સામે એમપી તેમજ બળદેવભાઈ વિરમભાઈ ગમારા (૩૦) રહે. હાલ આરોગ્યનગર કૈણાભાઈના મકાનમાં મૂળ રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે.
વાંકાનેર પાસેથી ગાંજાનો જ્થ્થો પકડ્યો છે તે મુદ્દે ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેને જણાવ્યુ હતું કે જે ત્રણ આરોપીને પકડેલા છે તે ગાંજાનો જથ્થો રાજુભાઈ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઈ ગમારા ગાંજાનો સુરતથી લઇને આવ્યા હતા અને ચોટીલાથી જાદવ ઉર્ફે ભીમાભાઇ રિક્ષામાં ગાંજાનો જથ્થા રાખીને મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાના જથ્થાને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે. વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, આરોપી રાજુભાઈ રતનભાઈ શર્મા અગાઉ એક કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો અને હાલમાં આ આરોપીઓ જાદવની રિક્ષામાં તેની હેરાફેરી કરતાં હતા. ત્રણેય શખ્સો ભાગીદારીમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મોરબી જિલ્લાના જુદાજુદા માર્ગો ઉપર પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવીને ત્યાંથી પસાર થતાં વાહનો ચેક કરીને નશીલા પદાર્થનું વેચાણ રોકવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. દરમ્યાન હાલમાં મોરબીથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવતાં મેસરીયા ચેકપોસ્ટ પાસેથી એસઓજી તેમજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમને ગાંજાનો જથ્થો પકડવામાં સફળતા મળી છે જો કે, આરોપીઓ સુરતમાં કયા શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મળ્યો છે અને ગાંજાનું કોને વેચાણ મોરબી જિલ્લાના કયા વિસ્તારમાં અને કઈ રીતે કરવાનું હતું તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે