ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસનો પગપેસારો! 17 દિવસમાં 4 બાળકોના મોત, સોમવારે ઉકેલાશે મોતનું રહસ્ય

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જુન મહિનામાં એક બાળકને સારવાર માટે દાખલ કરાયું હતું. જોકે તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ત્યારબાદ જુલાઇ મહિનામાં વધુ ત્રણ બાળકોના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. 

ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસનો પગપેસારો! 17 દિવસમાં 4 બાળકોના મોત, સોમવારે ઉકેલાશે મોતનું રહસ્ય

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 દિવસમાં ચાર બાળકોના મોત નીપજ્યા છે અને બે બાળકો સારવાર હેઠળ છે. જેને લઈને મૃતક બાળકો સહિતના સેમ્પલ લઈને પુના લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. સોમવારે રીપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે બાળકોના મોત કઈ બીમારીથી થયા છે. 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જુન મહિનામાં એક બાળકને સારવાર માટે દાખલ કરાયું હતું. જોકે તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ત્યારબાદ જુલાઇ મહિનામાં વધુ ત્રણ બાળકોના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. 

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકને 27મી જૂન 2024ના રોજ સારવાર માટે દાખલ કરાયો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. ત્યારબાદ 5મી જુલાઇના રોજ ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામની ૬ વર્ષની બાળકીનુ પણ મોત નિપજયું હતું. ત્યારબાદ 9મી જુલાઇના રોજ કોડારીયા ગામના 5 વર્ષીય બાળક તેમજ અરવલ્લી જિલ્લાના તાનપુર ગામના 2 વર્ષીય બાળકનું પણ મોત નિપજયું હતું. 

છેલ્લા 17 દિવસમાં 4 બાળકોના મોત નિપજયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં હિંમતનગર તાલુકાના પિપળીયા ગામની 9 વર્ષીય બાળકી તેમજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી 27 જુનથી 9 જુલાઈ દરમિયાન સારવાર માટે આવેલા 4 બાળકોના મોત થયા છે. જયારે 2 બાળકો સારવાર હેઠળ છે. 

મૃતક અને સારવાર હેઠળ તમામ દર્દીઓના લક્ષણો જોતા તેમને વામીટ, તાવ, ડાયેરીયાની સાથે શંકાસ્પદ ચાંદીપુર વાઈરસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. તમામ દર્દીઓના શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસને લઇને મોત નિપજયા હોવાને લઇને તેમના સેમ્પલો પુના સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ વાઇરોલોજી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ રોગ જાણી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news