પ્રોપર્ટી લેતા પહેલા સાવધાન! અમદાવાદમાં ચાર જાણીતા બિલ્ડરની ધરપકડ, આ રીતે કરી લાખોની છેતરપીંડી
એનેક્સી નામની સ્કીમના બિલ્ડર ફર્મ દ્વારા અનોખી જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપીંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખાને મળી. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ચારેય બિલ્ડર બધુઓએ પોલીસે ઉમેશ રાઠોડ, બાબુ પટેલ, રાજેશ રાઠોડ અને નરસિંહ રાઠોડ છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: નિકોલ વિસ્તારમાં આવેલી સારથી એનેક્ષી નામની સ્કીમના ચાર બિલ્ડરોની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ધરપકડ કરી છે. પકડાયેલા બિલ્ડરો જે દુકાન અસ્તિત્વમાં નથી તે દુકાનના બનાવટી દસ્તાવેજ બનાવી રૂપિયા 46 લાખની છેતરપીડી કરી હોવાની ફરિયાદ EOW ખાતે નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એનેક્સી નામની સ્કીમના બિલ્ડર ફર્મ દ્વારા અનોખી જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપીંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખાને મળી. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ચારેય બિલ્ડર બધુઓએ પોલીસે ઉમેશ રાઠોડ, બાબુ પટેલ, રાજેશ રાઠોડ અને નરસિંહ રાઠોડ છે. જેમને અસ્તિત્વમા ન હોય તેવી દુકાનો વેચી વેપારી સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરતા EOWની ટીમે ધરપકડ કરી.
મહત્વનું છે કે વેપારી એ એક સાથે બે દુકાનો ખરીદવા આપેલા 46 લાખની છેતરપિંડી કરવામા આવી હતી. તે બિલ્ડરે અગાઉ પણ છેતરપિંડી કરી હોવાથી જેલની હવા ખાઈ ચૂક્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે સારથી એનેક્સી સ્કીમના બિલ્ડરોએ કાગળ પર બતાવેલી એફ અને જી બ્લોકના પ્રથમ માળની દુકાનોના દસ્તાવેજ ફરિયાદીને કરી આપ્યા. પરંતુ હકીકતે ફ્લેટના A અને E બ્લોકના પ્રથમ માળે દુકાનો ન હોવા છતાં ખોટા વેચાણ દસ્તાવેજો ઊભા કરી છેતરપિંડી કરી હતી. સાથે જ આ જ સ્કીમમા અગાઉ પણ એક મકાન માલિક સાથે છેતરપિંડી આચરવામાં આવેલી જે મામલે નિકોલ પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરેલી પણ જેલવાસ ભોગવ્યા બાદ ફરી છેતરપીંડીના વધુ એક ગુનાને અંજામ આપ્યો.
જે મામલે EOW દ્વારા ગુનો નોંધી ફરી એક વાર ચારેય બિલ્ડરની ધરપકડ કરવામા આવી. પોલીસ હવે તમે તપાસ કરી રહી છે કે અગાઉ પણ આ જ રીતે અન્ય કોઈ મકાન દુકાન ખરીદનારાઓ સાથે બિલ્ડરો છેતરપિંડી કરી છે કે કેમ અને તે ધ્યાને આવે તો આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે જેથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે