ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું દુ:ખદ અવસાન થયું છે. તેઓ 82 વર્ષના હતાં. ગુજરાતના 13માં મુખ્યમંત્રી તરીકે તેમણે સેવા આપી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું દુ:ખદ અવસાન થયું છે. તેઓ 82 વર્ષના હતાં. ગુજરાતના 13માં મુખ્યમંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. તેઓ 28મી ઓક્ટોબર 1997થી 4થી માર્ચ 1998 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતાં. આ સિવાય તેઓ 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. 

1990માં તેઓ શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યાં હતાં. 1995માં તેમણે ભાજપની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ભાજપને બહુમત મળ્યું અને કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની હતી. તે દરમિયાન શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો અને ભાજપથી છૂટા પડીને તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી) બનાવી ત્યારે દિલીપ પરીખ પણ તેમની સાથે ગયા હતાં. તે વખતે આરજેપીએ કોંગ્રેસ સાથે મળીને લઘુમતી સરકાર બનાવી હતી અને વાઘેલાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. વર્ષ બાદ કોંગ્રેસે ધમકી સપોર્ટ પાછો ખેંચવાની ધમકી આપી અને સમાધાન રૂપે શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું અને તે વખતે દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા હતાં. 

જુઓ LIVE TV

1997માં તત્કાલિન રાજ્યપાલ ક્રિષ્નાપાલ સિંહે તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતાં. તેમણે 28 ઓક્ટોબર 1997થી 4 માર્ચ 1998ના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જો કે ત્યારબાદ 182 વિધાનસભા સીટોવાળી ગુજરાત વિધાનસભામાં 46 RJPના સભ્યો હતાં, 44 કોંગ્રેસના, 76 ભાજપના અને 15 અપક્ષ સભ્યો હતાં. લઘુમતી સરકારને કોંગ્રેસનું બહારથી સમર્થન હતું. તેમણે જો કે જાન્યુઆરી 1998માં રાજીનામું આપી દીધુ અને ફેર વિધાનસભા ચૂંટણી કરવાની વાત કરી. જો કે આમ છતાં 4 માર્ચ 1998 સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહ્યાં હતાં. 

દિલીપ પરીખે  ત્યારબાદ ચૂંટણીમાં ધંધૂકા બેઠક ભાજપના ભરત પંડ્યા સામે 15000થી વધુ મતોના માર્જિનથી ગુમાવી હતી. તે સમયની વિધાનસભા ચૂંટણીમાં RJPને માત્ર ચાર બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 182માંથી 117 બેઠકો મળી હતી. આમ ભાજપે ફરીથી સત્તા મેળવી હતી. ત્યારબાદ ફરીથી કેશુભાઈ પટેલ સત્તા પર આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news