RAJULA માં વન કર્મીઓ લાજવાના બદલે ગાજ્યા: CCTV કોઇને આપ્યા તો આખી જિંદગી જેલમાં જશે

અમરેલીના રાજુલાના કાતર ગામમાં સતત સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે. જેના કારણે સ્થાનિક દુકાનદારો દ્વારા બહાર સીસીટીવી લગાવી દેવામાં આવે છે. જો કે આવી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થયા બાદ દુકાનદારો દ્વારા તે સીસીટીવી વાયરલ કરવામાં આવતા હોય છે અથવા તો મીડિયા કર્મચારીઓને સોંપવામાં આવતા હોય છે. જેના કારણે વનવિભાગ પર વારંવાર સવાલો ઉઠતા રહે છે. તેવામાં વન વિભાગે કામગીરી કરવાના બદલે હવે ઢાંકપીછોડા કરવાનું ચાલુ કરી દીધું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. 
RAJULA માં વન કર્મીઓ લાજવાના બદલે ગાજ્યા: CCTV કોઇને આપ્યા તો આખી જિંદગી જેલમાં જશે

રાજુલા : અમરેલીના રાજુલાના કાતર ગામમાં સતત સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે. જેના કારણે સ્થાનિક દુકાનદારો દ્વારા બહાર સીસીટીવી લગાવી દેવામાં આવે છે. જો કે આવી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થયા બાદ દુકાનદારો દ્વારા તે સીસીટીવી વાયરલ કરવામાં આવતા હોય છે અથવા તો મીડિયા કર્મચારીઓને સોંપવામાં આવતા હોય છે. જેના કારણે વનવિભાગ પર વારંવાર સવાલો ઉઠતા રહે છે. તેવામાં વન વિભાગે કામગીરી કરવાના બદલે હવે ઢાંકપીછોડા કરવાનું ચાલુ કરી દીધું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. 

મીડિયામાં સીસીટીવી ચલ્યા બાદ સ્થાનિક વન વિભાગ પર તવાઇ આવે છે જેના કારણે હવે વન વિભાગ દ્વારા પોતાની ફરજ નિભાવવાના બદલે સ્થાનિક લોકોને તતડાવવાની પ્રવૃતિ ચાલુ કરવામાં આવી છે. સ્થાનિક વનક્રમચારીઓ ઉશ્કેરાઇને ધમકી આપતા રાજુલાના RFO ની સરકારી ગાડી લઇને કેટલાક વન વિભાગના કર્મચારીઓ આવ્યા હતા. જેમણે જે પણ દુકાનની બહાર સીસીટીવી લાગ્યા હોય તે કર્મચારીઓને તતડાવવાનું ચાલુ કર્યું હતું. તેમણે કહ્યું કે, હવે જો સિંહના સીસીટીવી બહાર આવ્યા તો તમારી ખેર નથી. તમામ સીસીટીવી તુટી જશે. અત્રે નોંધનીય છે કે, વન કર્મચારીઓ અહીં સિંહ આવતા હોવા છતા ક્યારે પણ પેટ્રોલિંગ કરતા નથી અને સ્થાનિક લોકોને ડરાવવા માટે RFO ની ગાડી લઇને આવ્યા અને દુકાનદારને ધમકાવ્યો હતો. 

અત્રે ઉળ્લેખનીય છે કે, રાજુલા પંથકમાં સિંહોની વસ્તી સતત વધી રહી છે. જેના કારણે તેઓ ગામમાં પણ આવતા જતા રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં તેમને ખોરાક મળી રહેતો હોવાથી રાત્રે આંટાફેરા કરતા રહે છે. જો કે આરામ કરી રહેલા વન કર્મચારીઓને તેની કોઇ પરવા હોતી નથી. તેવામાં વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠતી રહે છે. વખતો વખત વાયરલ થયેલા સીસીટીવીના કારણે વન વિભાગના કર્મચારીઓ પર પણ રેલો આવતે રહે છે. જેના કારણે વન કર્મચારીઓએ હવે લાજવાના બદલે ગાજવાનું ચાલુ કર્યું છે. સ્થાનિકો જે પણ સીસીટીવી કેમેરા ધરાવતા હોય તેમને તતડાવવાનું ચાલુ કર્યું છે. હવે જો સીસીટીવી વાયરલ કરશો તો તમારા સીસીટીવી તુટી જશે અને દુકાન ચલાવવામાં પણ મુશ્કેલી પડશે તેવી ધમકી આપતા સીસીટીવી હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. 

આ અંગે પાલિતાણા ડિવિઝન ડી.સી.એફ નિશા રાજનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે, આ પ્રકારની કોઇ ઘટના હજી સુધી ધ્યાને આવી નથી. જો આવી કોઇ ઘટના સામે આવશે તો ચોક્કસ તપાસ કરાવવામાં આવશે. જવાબદાર કર્મચારીઓ વિરદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે દુકાનદાર કરશનભાઇએ આરોપ લગાવ્યો કે, ગામમાં સિંહ વારંવાર આવી જાય છે. મીડિયા કર્મચારીઓ સાથે મિત્રતા હોવાથી તેઓ વીડિયો માંગે તો હું નિર્દોષ ભાવે આપુ છું. પરંતુ વન કર્મચારીઓ દ્વારા મને કાયદાકીય રીતે ફસાવી દેવાની અને સીસીટીવી તોડી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news