કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ દવા અને ઈન્જેક્શનનો વપરાશ પણ ઘટ્યો

કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ દવા અને ઈન્જેક્શનનો વપરાશ પણ ઘટ્યો
  • નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો આંકડો 1500 ને પાર પહોંચ્યો હતો. જ્યારે આજે કોરોનાના કેસનો આંક 350 થી પણ નીચે છે
  • રેમડેસીવર ઇન્જેક્શનની રાજ્યમાં નવેમ્બર મહિનામા 2.27 લાખ ઇન્જેક્શનની ખપત હતી, જે જાન્યુઆરીમાં ખપત ઘટીને 27 હજાર થઈ છે

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાના કેસ સતત ઘટતા જઈ રહ્યા છે. ત્યારે હવે એમ કહી શકાય કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. કેસ (corona case) ઘટતા કોરોનામા વપરાતી દવાના વપરાશમાં પણ ઘટાડો થયો છે. દવા અને ઓક્સિજનના સપ્લાયમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર મહિનાની સરખામણીએ 75 ટકા ઓક્સિજન ઉપયોગ ઘટ્યો છે. નવેમ્બરમાં 240 મેટ્રીક ટન ઓક્સિજનનો સપ્લાય થયો હતો. જે હાલ માત્ર 80 મેટ્રીક ટન ઓક્સિજનની જ જરૂરિયાત પડી રહી છે. તો સાથે જ કોરોના માટે વપરાતા રેમડેસીવર ઈન્જેક્શનના ઉપયોગમાં પણ ઘટાડો થયો છે.  

આ પણ વાંચો : ‘રાકેશ ટિકૈતને એક ખરોચ પણ આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે’

નવેમ્બર મહિનાની સરખામણીએ આજે ઓક્સિજનનો ઉપયોગ માત્ર 1/3 ભાગ જેટલો
ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચજી કોશિયાએ આ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસ (gujarat corona update) ના સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવી રહી છે. કોરોના કેસો (corona case) ની સંખ્યાથી લઈને કોવિડ -19 માટે ઉપયોગના લેવાતી દવાઓ અને ઓક્સિજન સપ્લાયમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણનાં કેસો અને તેમાં વપરાતી દવાઓ અને ઓક્સિજન સપ્લાયમાં આજે 70 થી 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો આંકડો 1500 ને પાર પહોંચ્યો હતો. જ્યારે આજે કોરોનાના કેસનો આંક 350 થી પણ નીચે છે. નવેમ્બર મહિનાની સરખામણીએ આજે ઓક્સિજનનો ઉપયોગ માત્ર 1/3 ભાગ જેટલો જ રહ્યો છે. રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઓક્સિજન સપ્લાય 240 મેટ્રિક ટન હતું. જે આજે ઘટીને માત્ર 80 મેટ્રીક ટન જેટલું જ રહી ગયો છે. 

આ પણ વાંચો : આંગડિયા પેઢીને નિશાન બનાવીને લૂંટતી નાયડુ ગેંગનો રાજકોટ પોલીસે કર્યો પર્દાફાશ

કોરોનાની દવાઓનો વપરાશ પણ ઘટ્યો 
તેમણે વધુમાં જણાવ્યું કે, કોવિડની સારવાર માટેની દવાઓનો ઉપયોગમાં પણ ધરખમ ઘટાડો થયો છે. રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે, કોરોના અંકુશમાં આવ્યો છે. હવે તો વેક્સીન (vaccination drive) પણ આવી ગઈ છે. હાલ હેલ્થ વર્કર્સને વેક્સીન અપાઈ રહી છે. વેક્સીન (corona vaccine) આપ્યા બાદ બાદ 6 વીક બાદ જ લોકોમાં ઈમ્યુનિટી ડેવલપ થશે. એક સમયે કોરોનાનું જે આક્રમક સ્વરૂપ જોવા મળ્યું હતું, પરંતુ આવનારા દિવસોમાં કોરોનાનું સ્વરૂપ ઘટી જશે. કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવર ઇન્જેક્શનમાં પણ ઘટાડો થયો છે. રેમડેસીવર ઇન્જેક્શનની રાજ્યમાં નવેમ્બર મહિનામા 2.27 લાખ ઇન્જેક્શનની ખપત હતી, જે જાન્યુઆરીમાં ખપત ઘટીને 27 હજાર થઈ ચૂકી છે. કોરોના માટેની બીજી એક દવા પાવિપીરાવીર ટેબ્લેટ 200 મિલી ગ્રામ દવાની નવેમ્બરમાં 11 લાખ ખપત હતી, જે જાન્યુઆરી મહિનામાં ઘટીને 14 હજાર પર પહોંચી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news