મોરબી GIDC માં અચાનક જમીનમાંથી ઉઠવા લાગી જ્વાળા, લોકોમાં કુતુહલનો માહોલ
Trending Photos
મોરબી : ના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુમાંથી નિકળતી ગેસની લાઇનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે અચાનક લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર દ્વારા તત્કાલ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોરબીના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુના ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઇનોનાં વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો.
આગના મોટા ભડકા સતત લબકારા મારી રહ્યા હતા. ગેસની લાઇનમાં આગની જ્વાળાઓ અને ભડકા જોતા આસપાસનાં વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. આસપાસનાં લોકોએ સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા તત્કાલ ગુજરાત ગેસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ગુજરાત ગેસનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગેસનો પુરવઠ્ઠો અટકાવ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગ દ્વારા તત્કાલ આગને કાબુમાં લેવાઇ હતી.
ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસની ટીમની ત્વરીત કાર્યવાહીના કારણે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે ઘટનાની માહિતી મળતા ફાયર અને એમ્બ્યુલન્સ સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગમાં કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી. આ ઉપરાંત ખુલ્લો પ્લોટ હોવાનાં કારણે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આસપાસનાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે