અમીરગઢ ચેકપોસ્ટ પર પંજાબના શખ્સોનું પોલીસ પર ફાયરિંગ, એક આરોપી પકડાયો
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા :અમીરગઢ બોર્ડર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ ચેકીંગ દરમ્યાન ગાડી રોકતા જ ગાડીમાં સવાર શખ્સોએ પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, અને ત્રણ શખ્સો હજી પણ ફરાર છે.
સાવરકુંડલામાં જોવા મળ્યો અનોખો નજારો, કિન્નરોએ સામેથી લોકોને આપ્યા શુકનનો ‘રૂપિયો’
પ્રાપ્ત માહિતી અનુસાર, અમીરગઢ ચેકપોસ્ટ પાસે પોલીસ ચેકિંગ કરી રહી હતી, ત્યારે પોલીસે એક ગાડી ચેકિંગ માટે રોકી હતી, પરંતુ પોલીસે ગાડી ઉભી રાખતા ગાડીમાં સવાર ચાર શખ્સોએ ગાડીમાંથી ઉતરી દૂર જઈ ફાયરિંગ કર્યું હતું અને તાત્કાલિક ત્યાંથી ફરાર થયા હતા. આ ફાયરિંગમાં સદનસીબે કોઈને ઈજાઓ પહોંચી ન હતી, પરંતુ શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારે પોલીસે પંજાબ પાસિંગની ગાડી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયારને લઈ ફાયરિંગ કરી ભાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન બાંધ્યું છે. તેમજ આ દિશામાં તપાસ વધુ તેજ કરી છે.
આ ઘટનામાં ફરાર ચારમાંથી એક આરોપી ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો હતો. જેમાંથી ત્રણ શખ્સો હજી પણ ફરાર છે. ઝડપાયેલ ઈસમ પંજાબનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરીને ફરાર 3 લોકોની શોધખોળ શરૂ કરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે